________________
સમાજમાં ધર્મ અને સેવાનાં નવાં મૂલ્યો સ્થપાઈ રહ્યા છે. હાઈસ્કૂલ તરફથી સૂતરનો હાર પહેરાવી સ્વાગત કર્યું. સાત વરસથી રાષ્ટ્રભાષા કેંદ્ર ચાલી રહ્યું છે.
મહારાજશ્રીએ અહીં હિંદીમાં પ્રવચન કર્યું હતું. વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, “પહેલા તો હું તમારી ક્ષમા ચાહું છું. કારણ કે નક્કી સમય કરતાં મોડું થયું. કારણ કે બીજી કાર્યવાહી હતી. એ વિશે મેં પહેલેથી જ કહ્યું હતું.
પ્રમાણપત્ર મળ્યાં છે. તે માત્ર પ્રમાણપત્ર માટે નહિ પણ તમારે દેશમાં હિસ્સો આપવાનો છે. બહેનો જે કર ઝુલાવે પારણું તે દેશનું ભાવિ ઘડે. હું કહું છું કે તે વિશ્વનું ભાવિ ઘડે. શિવાજીને જીજાબાઈએ જન્મ આપ્યો. બહેનો ઈચ્છતાં હશે કે અમે પણ વિજયાલક્ષ્મી બનીએ, ભાઈઓ ઇચ્છતા હશે કે અમે પણ મહાત્મા ગાંધી બનીએ. કમ સે કમ પંડિતજી તો બનીએ જ. આ વાત સામાન્ય નથી. તમે લોકો શિક્ષણની સાથે સંસ્કાર દાખલ ના કરો ત્યાં સુધી આ પ્રમાણપત્રની કિંમત મારે મન ઓછી છે. આપ અહીંથી નીકળીને માત્ર નોકરી માટે એનો ઉપયોગ ના કરશો. હમણા એક પ્રકારની હિલચાલ ચાલી છે. પ્રાંતીયવાદની, પ્રાંતથી દેશ મોટો નથી ? આખું વિશ્વ અમારું કુટુંબ છે, એમ માનનારા આપણે દિલના ટુકડા કરી રહ્યાં છીએ. એવી ભાવના ભાવીએ. આ ભાવના સિવાય આપણે પ્રગતિ નહિ કરી શકીએ. આ ભાષા જ હિંદી નહિ અમે પોતે જ હિંદી છીએ. આપણું રાષ્ટ્ર સત્ય, અહિંસાનું મશાલચી બને. પંડિતજી દેશદેશમાં દોડી રહ્યા છે. કારણ કે તેમને વિશ્વશાંતિ કરવી છે. એમને બળ કોણ આપશે ? આપણે જ તેમને બળ આપવું પડશે. અમે ગુજરાતી નથી, મહારાષ્ટ્રીય નથી, કોઈ વાદી નથી, પણ હિંદી છીએ. જ્યાં જાઓ ત્યાં આ નારા પોકારો, એ જ આપણી કામના હો ! તા. ૧૦-૧-૧૯૫૬ : હરિજન આશ્રમ સાબરમતી
રામનગરથી નીકળી હરિજન આશ્રમ સાબરમતી આવ્યા. અંતર બે માઈલ હશે. ઉતારો અતિથિગૃહમાં રાખ્યો. આશ્રમવાસીઓએ સ્વાગત કર્યું. આ પછી કન્યા વિદ્યાલયની મુલાકાત લીધી. અહીંની પ્રાર્થનાની શિસ્ત ખૂબ સુંદર છે. પ્રાર્થનામય વાતાવરણ બની જાય છે. પ્રતાપભાઈ (આચાર્ય)
સાધુતાની પગદંડી
૧૪૯