________________
મારવામાં આવ્યો. ઢોરને રોગચાળો થાય તો હરિજન કારણભૂત ગણાય છે. વીસમી સદીમાં હજુ આ ચાલે છે. આભડછેટ ગઈ નથી.
ગામડાંના સમગ્ર ઉત્થાન માટે રાહતથી કામ ચાલશે ખરું ? સન્માનપૂર્વક દેશના આ ત્રણ અંગો જીવી શકે એવી રચનાનું કામ આપણે કરવાનું છે. આજે તો કોઈપણ પ્રશ્ન આવે એટલે પોલીસ તરફ કાં તો સરકાર તરફ મોટું જાય છે. આવા પુરુષોએ આપણને માર્ગ બતાવ્યો છે, કુરબાની અહિંસક પ્રતિકારથી કરવાની. છાપામાં વાંચીએ છીએ. મુંબઈમાં તોફાન ચાલે છે. અહીં બાપાની તિથિ ઉજવાય છે. લશ્કરથી કોઈ પ્રશ્ન ઉકલતો નથી. બલિદાન આપવા તૈયાર રહીએ તો અહિંસક રીતે શાંતિ થઈ જાય. સૌરાષ્ટ્રમાં સેલ્સટેક્ષ આંદોલન ચાલ્યું. હું ન રહી શક્યો. ત્યાં ગયો. જોયું તો પોલીસને થપ્પડ મારવી, બાળકોને નિશાળેથી પરાણે છોડાવવા, મિલકતો બાળવી. એ શું સ્વરાજયની નિશાની છે. આ નહિ ચાલવું જોઈએ. મેં કહ્યું તમે આંદોલન ચલાવો પણ બંધારણીય માર્ગે, અહિંસક રીતે ચલાવો.
આજના પવિત્રદિને તમને કોઈ વિચાર આવે છે ખરો ? મુંબઈમાં તોફાન ચાલે તેમાં હોમાવાવાળા માણસો નહિ મળે ? મારા મનમાં છે આથી સારું થશે. ગણેશ શંકર વિદ્યાર્થી હોમાઈ ગયો. તો આ પ્રાંતવાદનું ઝેર નહિ ઉતારી શકાય ? અહીંના બે વીરો વસંત-રજબ હુલ્લડમાં હોમાઈ ગયા. હું ઘર જોવા ગયો તો ભારે કરુણ હાલત હતી. એમણે હિંદુ, મુસ્લિમ એકતા બતાવી આપી. અમદાવાદ માત્ર ધનપૂજક નથી. આવું વીરપૂજક પણ છે. બાપુ તો ગયા. ધન અને સત્તાનો રોગ લાગુ પડ્યો છે. તેને બલિદાનથી ધોઈ નાખીએ.
રાત્રે શ્યામપ્રસાદ વસાવડા, મનુભાઈ પટેલ અને પુરુષોત્તમ માવળંકરને બોલાવ્યા હતા. મુંબઈના તોફાનોનો અહિંસક પ્રતિકાર બને છે કે નહિ, મહારાજશ્રીએ કહ્યું કે સેવાદળ એવી સંસ્થા છે કે એણે માત્ર ચૂંટણીના તોફાનોમાં નહિ પણ જ્યાં જ્યાં અરાજકતા ફેલાતી હોય ત્યાં ત્યાં તેણે પહોંચી જવું જોઈએ. મનુભાઈએ કેટલીક દલીલો કરી કે સ્થાનિક માણસોની વધારે અસર પડે. અથવા કોઈ પ્રખ્યાત વ્યક્તિ વચ્ચે જઈને ઊભી રહે તો બને.
બીજે દિવસે પ્રાર્થના પહેલાં મનુભાઈ પટેલ, કોંગ્રેસ સેવાદળ, ચિમનભાઈ પટેલ, યુવક કોંગ્રેસ, સૂર્યકાંત પરીખ, ભૂદાન સમિતિનાં ગીતાબહેન વગેર ૧૯૪
સાધુતાની પગદંડી