________________
દુર્ગુણો છે તેમ સદ્ગુણો પણ છે. મારો સવાલ તો દુર્ગુણની પ્રતિષ્ઠા નહિ થવી જોઈએ, એ છે. એ બધામાંથી પણ સરકાર તરફ મોઢું જાય છે ત્યારે આપણે શું કરવાનું ? મને લાગ્યું છે ૧૦ ટકા સ્વૈચ્છિક, ૫૦ ટકા સામાજિક અને ૪૦ ટકા કાયદાથી લોકો સુધરશે. કાયદાથી વ્યક્તિ સુધરશે પણ સમાજશુદ્ધિનું કામ ગાંધીજીના ગયા પછી ધીમું થઈ ગયું છે.
રાજકોટમાં સેલ્સટેક્ષ આંદોલન ચાલ્યું, મને થયું કે આ તોફાન કોણ બંધ કરશે ? મેં ઢેબરભાઈને બોલાવ્યો. વાત કરી. તમને મુશ્કેલી પડશે એમ કહ્યું. પણ હા પાડી. હું ગયો, કાર્યકરોને મળ્યો, પ્રધાનોને મળ્યો. શું કરવું એ માટે સૌ મૂંઝાતા હતા. મેં ફરવાનું શરૂ કર્યું. એકાદ હુમલો થાય પણ પછી તો એવું આંદોલન ચાલે તો પણ ન્યાય તરી આવે છે. તો મુંબઈનું આંદોલન ભલે સો ગણું વધારે હોય પણ બલિદાન જરૂર અસર કરે છે. પાંચસો માણસ જાય, વચ્ચે જઈને ઊભા રહે તો એની અસર જરૂર થાય. ગુજરાત શાંત જ રહ્યું છે. તેનામાં મુત્સદીપણું પણ છે. ઉપરથી કાંઈ ના દેખાય. આ બધું છતાંયે તે ઉદાર અને શિસ્તબદ્ધ છે. ડાંગ કે આબુ જાય તોપણ તે ઉશ્કેરાટ કરતું નથી. પણ એથી કામ ચાલશે નહિ. બીજે થયેલાં તોફાન આપણને જરૂર અસર કરશે. એટલે ભલે એક હોય, પણ ગમે તે હિંસક ટોળાં વચ્ચે જઈને ઊભો રહે તે કદાચ મૃત્યુ પામે તોપણ એની અસર થાય જ છે. આ કોઈ નવી વાત ભારત માટે નથી. ગણેશશંકર વિદ્યાર્થી, વસંતરાવ હેગિષ્ટ, રજબઅલી એ રસ્તે ગયા છે. એની અસરો થઈ રહી છે. મારા મનમાં ચિંતા છે. પણ પગપાળા મુંબઈ પહોંચાય નહિ. ઉપરાંત બીજું કામ લીધું છે એટલે ગમે તે મરજીવા તૈયાર થાય, જેને અહિંસક સમાજ રચનાની ભાવના છે તે કામ શરૂ કરી દે. શાસનવિહીન સમાજ રચના ઊભી કરવી હશે તો પોતાનું શાસન ઊભું કરવું પડશે. તા. ૨૧, ૨૨-૧-૧૯૫૬ :
સંજીવનીમાંથી નીકળી વાઘજીપુરા આવ્યા. વચ્ચે પુષ્પાબહેન મહેતા પાસે રોકાયા. એમને પગે હજુ ઠીક નહોતું. એટલે ઘેર મળ્યાં. બહેનોના પ્રશ્ન અંગે ઠીક વાતો થઈ અને અનિષ્ટો સામે શુદ્ધિપ્રયોગનું શાસ્ત્ર સમજાવ્યું. ઘણા ભાઈઓ અમારી સાથે હતા. વાઘજીપુરા આવ્યા. અંતર નવ માઈલ હશે. વાડીભાઈ જમનાદાસના ખેતરે મુકામ કર્યો હતો. અહીં નવાગામ, ૧૯૬
સાધુતાની પગદંડી