________________
એનો પ્રચાર કરવાની જરૂર નથી. કોઈ પૂછે તો છૂપાવવાની પણ જરૂર નથી. મને આગલે દિવસે સાંજના પૂછેલું કે, હરિજનોએ ખોરાક બધાએ નહિ લીધો હોય ? મેં કહ્યું કે, કેટલીકવાર સહાનુભૂતિ મેળવવા ખાતર, બતાવવા ખાતર પણ આવું કરતા હોય છે. ત્યાં જઈએ ત્યારે જ ખબર પડે. પણ મહાપુરુષોના હૃદય અને આપણા હૃદયમાં એ જ તફાવત છે. તેમને સંતોષ ના થયો. એટલે ધંધૂકા બીજે દિવસે બપોરે પણ ભોજન છોડ્યું. છેવટે પરીક્ષિતભાઈ આવેલા તેમની સાથે વાતો થઈ. બાબુભાઈ અને પોપટલાલ ડેલીવાળા પણ આવેલા તેમની સાથે પણ થઈ. પછી સાંજનું ભોજન લીધું. તા. ૭, ૮, ૯-૨-૧૫૬ : ધંધૂક
ખડોલથી ધંધૂકા આવ્યા. અંતર સાડાચાર માઈલ હશે. ઉતારો ફેદરાવાળા શેઠના દેરામાં રાખ્યો. ગામ લોકોએ અને વિદ્યાર્થીઓએ બેંડની સાથે ભવ્ય સ્વાગત કર્યું. પ્રથમ ભરવાડ ભાઈઓ મળ્યા. પછી કાર્યકરો, ખેડૂતો અને નાગરિકો જુદી જુદી રીતે આંટી પહેરાવી સ્વાગત કર્યું. પછી સૌ સરઘસ આકારે બજારમાં થઈ મુકામે આવ્યા. મહારાજશ્રીએ પ્રાસંગિક કહ્યું.
બપોરના ધંધૂકા હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓ સમક્ષ આજની પરિસ્થિતિ અને ગામડાંઓની દશા વિશે સમજાવ્યું.
બીજા દિવસે સવારના કપડાં ધોયાં. તે દરમિયાન આવતી કાલના સંમેલનના ઠરાવો વિચારાયા. ગુજરાત ગોપાલક મંડળના ઠરાવો વિશે ચર્ચા થઈ. બપોરે ગુજરાત ગોપાલક મંડળની સભા થઈ. રાત્રે ભારતની વર્ણવ્યવસ્થા અને આશ્રમની વ્યવસ્થા. ધર્મભાવનાને જાગ્રત રાખવા અને આગળ વધારવા થઈ હતી તે સુંદર રીતે જણાવ્યું હતું. સાંજના જિનમાં મુકામ કર્યો. રાત્રે ખેડૂત મંડળના ઠરાવો વિશે ચર્ચા થઈ. મંડળની મધ્યસ્થ સમિતિ, કાર્યકરો અને ખેડૂતોએ દોઢ વાગ્યા સુધી શુદ્ધિપ્રયોગ અંગે અને ઠરાવો અંગે ચર્ચા વિચારણા થઈ હતી. ફલજીભાઈ, અંબુભાઈ, નવલભાઈ, વીરાભાઈ વગેરેએ ઝીણવટભરી છણાવટ કરી હતી. અને દરેકના અભિપ્રાય પૂક્યા હતા. ગલબાભાઈએ સુંદર પ્રેરક પ્રવચન કર્યું હતું. સૌનો અભિપ્રાય શુદ્ધિપ્રયોગ કરવા તરફ હતો.
૨૦૪
સાધુતાની પગદંડી