________________
સ્વાગત પ્રમુખ દાનુભાઈ આકરુવાળા હતા. તેમના સ્વાગત પછી અંબુભાઈ શાહ, જમીન અંગેના પ્રશ્નો શું અસર કરે છે અને મનમાં શું મંથન છે અને તેનો ઉકેલ કેવી રીતે કરીએ છીએ તે અંગે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, આ સભાની દરેક કાર્યવાહી ઉપર ગંભીર રીતે વિચાર કરજો. અને નિખાલસ ચર્ચા કરશો. નવી સમાજરચના કરવી હશે તો અર્થનું વિકેંદ્રીકરણ કરી સત્તાનું વિકેંદ્રીકરણ કરવું પડશે. અર્થના વિકેંદ્રીકરણ માટે સહકારી પ્રવૃત્તિ અને સત્તાના વિકેંદ્રીય માટે લવાદી મંડળો સ્થાપવાં. ન્યાય અને રક્ષણમાં આપણે સફળ થઈ શકીએ તો સત્તાની ચૂડમાંથી નીકળી શકીશું. લવાદીમાંથી નીપજતી ગ્રામપંચાયતો રચીશું. તો તે સુંદર કામ કરી શકશે. આપણી પાસે ૪૪ સહકારી મંડળીઓ છે. ફરજિયાત બચતનો નિયમ રાખ્યો છે. ગ્રુપ સેક્રેટરીની યોજનાનો આપણે વિરોધ કરેલો. કારણ કે સેક્રેટરી નીમવાની સત્તા ગામની હોવી જોઈએ. નહિ કે ઉપરથી લદાયેલા હોય.
બેંકની ચૂંટણી વખતે મંડળે સામાજિક, આર્થિક, બાબતમાં સ્વતંત્ર હોવાથી તેણે બેઠકો માટે પ્રયત્ન કરેલો. પણ પ્રા. સંઘની સલાહથી આપણે સમાધાન કરેલું. પણ પરિણામ શું આવ્યું તે જોયું. ઉત્તર ગુજરાત કોટનસેલ ફેડરેશનમાં આપણે ન જોડાયા, તેનું કારણ આપણે વિકેંદ્રીકરણ ઈચ્છીએ છીએ. પાયાથી એટલે કે નીચેથી વ્યવસ્થા ઊભી થવી જોઈએ. આપણે માનીએ છીએ કે આજની ન્યાયપ્રથામાં મૂળભૂત ફેરફાર જરૂરી છે.
ચાર તાલુકામાં હજી આપણા ત્રણ હજાર જ સભ્યો છે. ત્રીસ હજાર ખેડૂતો વતી આપણે કેવી રીતે બોલી શકીએ ? તેનો વિચાર કરવો જોઈએ. તા. ૧૦-૨-૧૯૫૬ : ખસ્તા
ધંધુકાથી નીકળી ખસ્તા આવ્યા. અંતર પાંચ માઈલ હશે. ગામ લોકોએ સ્વાગત કર્યું. રાત્રે સારી સભા થઈ હતી. તા. ૧૧-૨-૧૯૫૬ : ફતેહપુર
ખસ્તાથી નીકળી ફતેપુર આવ્યા. અંતર પાંચ માઈલ હશે. ઉતારો ચોરામાં રાખ્યો. ગામ લોકોએ ભજન મંડળી સાથે સ્વાગત કર્યું. ગામનો ઉત્સાહ ઘણો હતો. ૨૦૬
સાધુતાની પગદંડી