________________
ગુજરાત ગોપાલક મંડળની સભા પ્રથમ પ્રાર્થના બાદ સુરાભાઈએ આજ પહેલાની કાર્યવાહી વાંચી બતાવી. પ્રમુખ તરીકે નવલભાઈ શાહની વરણી થઈ. ગુજરાત, કચ્છ, સૌરાષ્ટ્રના પંદર જિલ્લામાં મંડળ કામ કરશે. બંધારણ મંજૂર થયું અને કામચલાઉ કમિટિ વધુમાં વધુ બે વરસ માટે નક્કી થઈ.
ત્યારબાદ મહારાજશ્રીએ જણાવ્યું કે ગોપાલન એકલું નભી શકે નહિ. તેની સાથે ખેતી અને ગ્રામ ઉદ્યોગ જોડવા પડશે. ખેડૂત અને ગોપાલકોના સંબંધો ફરી જોડવા પડશે. વળી ફરજિયાત બચત કરવી. ગોસુધાર કેમ થાય? તેનો પણ વિચાર કરવો પડશે. ભેલાણનો પ્રશ્ન ઓછો થયો છે. ધોળકા બાજુ હજુ થોડો છે. ત્યાં કાર્યકરો મળીને તેનો નિકાલ કરશે. એવી આશા રાખું છું. ગુજરાત ગોપાલક મંડળનું કામ મોટું છે. હજુ એટલા કાર્યકરો પણ આપણી પાસે નથી. એટલે જે સાધન સંપન્ન હોય તેમણે મદદ કરવી. બીજાઓએ મન અને તનથી મદદ કરવી.
ભાલનળકાંઠા ખેડૂત મહાસંમેલન (છઠ્ઠ) તા. ૯-૨-૧૯૫૬, ઠે. મોદીજિન
મહારાજશ્રી ખડોલથી આવ્યા ત્યારથી ખેડૂત ભાઈઓ આવવા શરૂ થયા હતા. અમારી સાથે જ ૩૦ થી વધારે ભાઈઓ આવ્યા હતા. બધાંને જમવા રહેવાની સગવડ જિનમાં કરાઈ હતી. લગભગ ૩૦૦ માણસો જમ્યાં હતાં. જિનમાં સુંદર શમિયાણો ઊભો કરવામાં આવ્યો હતો. નાત જાતનો કોઈ ભેદ રાખવામાં આવતો નહોતો. હરિજનો, વાઘરી, ભરવાડ, રજપૂત, કણબી વગેરે સૌ હતા. જંગલેશ્વર મહારાજ અને લોકલબોર્ડના ઉપપ્રમુખ દાસભાઈ વગેરે ઘણા પ્રતિનિધિઓ હતા.
સંદેશામાં શ્રી રવિશંકર મહારાજ, જુગતરામ દવે, પરીક્ષિતલાલ મજમુદાર, બબલભાઈ મહેતા, મૂળદાસ વૈશ્ય, શંકરલાલ બેંકર, વસાવડા, ચંદુલાઈ દેસાઈ, માધવલાલ શાહ, છોટુભાઈ પટેલ, જાદવજી મોદી, દિનકરરાવ દેસાઈ વગેરે ઘણા આગેવાનોના આવ્યા હતા.
સભામાં મહારાજશ્રી ઉપરાંત, ઘણા આગેવાનો બોલ્યા હતા અને અનેક ઠરાવો પસાર કર્યા હતા. સાધુતાની પગદંડી
૨૦૫