________________
આવ્યું નહોતું. ગામ લોકોએ અને વિદ્યાર્થીઓએ ઢોલ-નગારાં સાથે સ્વાગત કર્યું. અહીં સઘન યોજના તરફથી આદર્શ ગામ તરીકે તા. ૧પમીએ ઉદ્ધાટન છે. સર્વોદય મેળો છે. વૈકુંઠભાઈ મહેતા, ઝવેરભાઈ પટેલ અને શ્યામપ્રસાદ વસાવડા આવવાના છે.
મહારાજશ્રીએ પ્રાસંગિક કહેતાં જણાવ્યું કે ઘણા વર્ષે આ પ્રદેશમાં દાખલ થવાનું થાય છે અને અહીં તો તમે યજ્ઞ માંડ્યો છે. એ યજ્ઞમાં ઘણી આહુતિઓ આપવી પડશે. ત્યારે તેમાંથી ઉજ્વળતા સાંપડશે. સઘન યોજના આવી નાનીબોએ બીડું ઝડપ્યું અને પોતાને આંગણે નેતાઓને નોતર્યા. સર્વોદયમેળો પરમ દિવસે ભરાશે. ભાલના ગામો ધૂળિયાં, પાણીની મુશ્કેલીવાળાં અને જે કંઈ પેદા થાય તેમાંથી મોટો ભાગ જરૂરિયાતમાં વપરાઈ જાય. એવો આ પ્રદેશ છે. પાકી ઇંટ પાડવી હોય તોપણ ક્ષારને લીધે પડે કે કેમ એ સવાલ છે. તેવા પ્રદેશની અંદર આપણે નવી ગ્રામરચના કરવા તૈયાર થયા છીએ. ગાંધીજી વારંવાર કહેતા હતા. ગામડાંની રચના નહિ થાય ત્યાં સુધી દેશની રચના અધૂરી રહેશે. રાજાજી જેવા કહે છે આજનું ગામડું ઊકરડા જેવું છે. વાત એક રીતે સાચી છે પણ એ ઉકરડામાંથી રત્નો પણ નીકળે છે. કોલસામાં જ હીરો પાકી શકે.
મુશ્કેલીઓ ઘણી છે. જેમ આપનાર હોય, ત્યાં યાચક બની જાય. તેમ ગામડાં બીજા પાસે યાચના કરે છે. હવે તો સ્થિતિ એવી કરવાની છે કે કેન્દ્રિત રાજ્ય એમ કહે તમે અમને કેટલું આપશો ? એને બદલે આપણે તે કૂવા કેટલા આપશો, તળાવ કેટલાં આપશો, નિશાળ, દવાખાનાં, રસ્તા કેટલા આપશો. સરવાણીમાંથી પાણી આવે છે. એ સરવાણી તો ગામડું છે. આપણે હવાડાને સરવાણી માની છે. સરકાર અને શહેરો હવાડો છે. ગામડાં જ કૂવો છે. આ નવી વાત આપણે સમજવાની છે. બીજી વાત એકતાની છે. ગ્રામ એક છે. કદાચ ભાણાં સાથે રહેતાં ખખડે ખરાં, પણ એ જ રણકો લાંબા વખત ચાલે નહિ. એમ આપણા મતભેદો ઊભા થાય તો તેને વધારે વખત ચલાવશે નહિ. આમ જો મતભેદો સમાવીશું નહિ તો, ગામડાંની એકતા થશે નહિ. એ મતભેદો પણ નાની નાની બાબતમાં હોય છે અને સમારંભમાં મને બોલાવ્યો કેમ નહિ ? આ કામ કરતાં મને પૂછ્યું કેમ નહિ ? આમ ઝઘડો વધે છે. પછી તો મતભેદ થાય છે. મહાભારતનો ૨૦૮
સાધુતાની પગદંડી