________________
દાખલો આપણી સામે છે. કેટલાંયે માનવી સાફ થઈ ગયા અને જીવ્યાં અને જીત્યાં. તે લોહીની ધરતી ઉપર રહી શક્યા નહિ. તો આપણે શું કરવું છે ? જો રામાયણ રચવું હોય તો ગામડાંએ ઉદાર બનવું પડશે. કોઈ બોલતું હોય તો સમજણ આપવી પડશે. એટલે બે પ્રશ્નો સમગ્ર ગામડાંની એકતા અને લડવાની વૃત્તિ ઉપર અંકુશ. જો આમાં આપણે જીતીશું તો લોકો આપવા માટે દોડતા આવશે. ત્યાગે સો આગે, માગે સો ભાગે.' છોકરાં નિશાળમાં બે એકડે અગિયાર શીખે છે પણ આ ખોટા લોકો બે એકડે બે કરે છે. કદાચ મીંડું પણ કરે છે. ભરતની માતાને કદાચ લોભ થાય પણ ભરતને ન થાય. એમ આપણે ભરત બનવું પડશે. તમે આ બધો વિચાર કરજો. અને ક્યાંય કચાશ હોય તો તે દૂર કરવાનો પુરુષાર્થ કરજો. સર્વત્ર શાંતિ વિસ્તરો,’
ગામમાં બે પક્ષો, ઘણા અંગત કારણોને લીધે, ઘણા વખતથી પડેલા છે. એમની એકતા થાય એ માટે મહારાજશ્રીએ રાત્રિ પ્રવચનમાં કહ્યું :
ઝઘડો અહમને લીધે ઊંડો હતો. કાર્યકર્તાઓએ કહ્યું કે આવા સારા પ્રસંગે પણ ગામ એક થતું ના હોય તો અમે જમીશું નહિ. આ વાતની વીજળીક અસર થઈ અને સમાધાન થયું.
તા. ૧૫-૨-૧૯૫૬ : પરિશ્રમાલયનું ઉદ્ઘાટન તથા સર્વોદય મેળો
પ્રાર્થના બાદ વીરાભાઈ રાજાભાઈની પ્રમુખ તરીકેની વરણી થઈ. તેમણે આ આદર્શ ગામની રચના કરવામાં પહેલ કરવા બદલ પોતાનો આનંદ વ્યક્ત કર્યો હતો. સ્વાગત પ્રમુખ નથુભાઈએ સ્વાગત કર્યું હતું.
નવલભાઈએ જણાવ્યું કે આપણે સૌ સર્વોદયમેળા નિમિત્તે ભેગા થયા છીએ. આ વર્ષે પહેલો મેળો ધંધૂકા, બીજો સાણંદ અને ત્રીજો બોરું. ધોળકા તાલુકામાં ભર્યો. આ ગામ દૂર પડે. પણ ગામે સ્વાવલંબી થવાનો પ્રયત્ન કર્યો છે. તેથી આ ગામ પસંદ કર્યું છે. શ્રી વૈકુંઠભાઈ જેવા ખાદીભક્ત
આપણી સમક્ષ હાજર છે. તેઓ ખાદી કામમાં રસ ધરાવે છે અને સહકારી પ્રવૃત્તિમાં પણ ઊંડો રસ ધરાવે છે. બીજા મહેમાન છે તે ઝવેરભાઈ પટેલ છે. આ ગામને આદર્શ ગામ તરીકે રચવામાં એમનો ફાળો મુખ્ય છે. બીજા સઘનક્ષેત્રના મહેમાનો આવ્યાં છે. પણ સમયના અભાવે આપણે વધારે
સાધુતાની પગદંડી
૨૦૯