________________
નાના ખેડૂતોને શું કામ ભોગ અપાવવો જોઈએ ? વગેરે કહ્યું. તો પછી બુદ્ધિપ્રયોગ મારી જાત ઉપર લઈ લેવો જોઈએ. : ૨, ૩-૨-૧૯૫૬ : લોલિયા
ગંદીથી નીકળી લોલિયા આવ્યા. અંતર સાડા ચાર માઈલ હશે. ઉતારો ધર્મશાળામાં રાખ્યો. રાત્રે જાહેરસભા થઈ હતી. બે ખેડૂતોનો ઝઘડો પતાવ્યો. a. ૪, ૫-૨-૧૫૬ : ફેદરા
લોલિયાથી નીકળી ફેદરા આવ્યા. અંતર ચાર માઈલ. ઉતારો ઉપાશ્રયમાં રાખ્યો હતો. ગામ લોકોએ સ્વાગત કર્યું હતું. બપોરના ધર્મશાળામાં ખેડૂત સંમેલન ભરાયું હતું. નાનચંદભાઈએ ગામડાંમાં જઈ આગળથી પ્રચાર કર્યો હતો. તા. ૬-૨-૧૯૫૬ : ખડોલ
ફેદરાથી નીકળી ખડોલ આવ્યા. અંતર આઠ માઈલ હશે. ઉતારો માઉભાઈને ત્યાં રાખ્યો હતો. સ્વાગત માટે આખા ગામે ભજનમંડળી, ઢોલ-તાસાં સાથે ભવ્ય સ્વાગત કર્યું. ગામનો ઉત્સાહ પારવગરનો હતો. ગામને ધજા-પતાકાથી શણગાર્યું હતું. અહીંયાં ખેડૂત સંમેલન યોજાયું હતું. એટલે મંડપ બાંધ્યો હતો. આ ૨૪મું સંમેલન હતું. ઘણા ગામોનાં અને સ્થાનિક લોકો એકત્ર થયા હતા. બહેનોની સંખ્યા ધ્યાન ખેંચે તેવી હતી.
અહીં ઊંચડીના હરિજનો મહારાજશ્રી પાસે ફરિયાદ કરવા આવ્યા. તેમનો પાસ દરબારોએ લૂંટી લીધો છે. અને માર માર્યો છે. તેથી બધાં કટુંબો ઉચાળા ભરી ધંધૂકા કોર્ટમાં આવ્યા છે. અને ઉપવાસ ઉપર ઊતર્યા છે. એમ કહ્યું. મહારાજશ્રીએ બધી હકીકત શાંતિથી સાંભળી બાબુભાઈ શાહ ઉપર પત્ર લખી આપ્યો. અને પોતે આવતીકાલે ત્યાં આવે છે ત્યારે તપાસ કરશે એમ કહ્યું. તેઓ ગયા.
મહાપુરુષોની વિશેષતા એ હોય છે કે આપણને આવા પ્રશ્નો સામાન્ય લાગે, ત્યારે તેમને ગંભીર લાગે. હરિજનોએ ખોરાક નહિ લીધેલો એટલે મહારાજશ્રીએ સાંજનું ભોજન ના લીધું. સવારમાં દૂધ પણ ના લીધું. મને (મણિભાઈ) બોલાવીને કહ્યું. હરિજનો સાથે આત્મીયતાની રીતે લાગે છે કે તેઓ આટલા હેરાન થાય અને હું ખોરાક લઉં તે ઠીક નથી લાગતું. છતાં સાધુતાની પગદંડી
૨૦૩