________________
બપોરના નિશાળમાં ખેડૂત સંમેલન યોજાયું હતું. તેમાં ત્રણ ગામના લોકો આવ્યા હતા. પ્રથમ પ્રાર્થના બાદ બાપલભાઈની પ્રમુખ તરીકે વરણી થઈ. મહારાજશ્રીએ ખેડૂત સંગઠનની જરૂરિયાત વિશે સમજાવ્યું હતું.
અહીંની ગુજરાતી શાળા અને કન્યાશાળા નઈતાલીમની દૃષ્ટિએ આપણી સર્વોદય યોજના ચલાવે છે. તા. ૨૯-૧-૧૫૬ : શેઠ
ગાંગડથી નીકળી કોઠ આવ્યા. અંતર ત્રણ માઈલ હશે. ઉતારો ધર્મશાળામાં રાખ્યો હતો.
બપોરે અઢી વાગ્યે ખેડૂત સંમેલન મળ્યું હતું. ચાર ગામના લોકો આવ્યા હતા. પ્રમુખ તરીકે ભૂરાભાઈની વરણી કરી હતી. દીવાનસંગભાઈએ કેટલાક જુવાનોની મદદ સાથે સુંદર મંડપ બાંધ્યો હતો. રાત્રે સભામાં હરિજનો ભેગા બેઠા હતા. તા. ૩૦-૧-૧૫૬ : જવારજ
કોઠથી નીકળી જવારજ આવ્યા. અંતર ચાર માઈલ હશે. ઉતારો દીપુભાઈને ત્યાં રાખ્યો હતો. ગામે વાજતેગાજતે સ્વાગત કર્યું. રાત્રે જાહેરસભા થઈ. આજે બાપુનો નિર્વાણદિન હતો. એથી બે મિનિટ મૌન પાળી પ્રાર્થના કરી. એ પછી મહારાજશ્રીએ બાપુના જીવન ઉપર પ્રવચન કર્યું હતું. તા. ૩૧, ૧, ૨-૨-૫૬ : ગંદી
જવારજથી નીકળી ગૂંદી આવ્યા. વચ્ચે થોડું ભૂરખી ગામે રોકાયા હતા. અહીં સુરાભાઈ, નવલભાઈ, હરિશભાઈ વગેરે કાર્યકર્તાઓ આવ્યા હતા.
બપોરના કાર્યકરોનું સંમેલન ભરાયું હતું. તેમાં આજના ગણોતબિલ અને શુદ્ધિપ્રયોગ અંગે વાતો થઈ.
એક દિવસ બપોરના ત્રણ વાગ્યે ગૂંદી ગામમાં ખેડૂત સંમેલન રાખ્યું હતું. તેમાં મહારાજશ્રીએ જણાવ્યું કે જૂની પ્રણાલીને ફેરવવા માટે કોઈ બળ જોઈએ. ગામડાનું સંગઠન એ કરી શકશે. ખેડૂત એ ગામડાંનું મધ્યબિંદુ છે. એ ઉપરથી ખેડૂતમંડળ રચાયું છે. ગણોત એટલે શું ? એ આપણે સમજવું જોઈએ. પહેલાં તો શ્રમની કોઈ કિંમત નહોતી. પણ ધીરે ધીરે એ સાધુતાની પગદંડી
૨૦૧