________________
થઈ અને પરિણામે ગણોતધારો આવ્યો. દોઢ કરોડ એકર જમીન ગણોતિયાના હાથમાં છે. અઢી કરોડ એકર જમીન માલિકના હાથમાં છે. આજસુધીના ગણોત ઘટાડામાં રાજ્યે જ ફાળો આપ્યો છે. મતલબ કે ગણોતિયાને કંઈ ભરવું પડ્યું નથી. ઘટતું આવ્યું પણ આ બિલમાં જમીનદારને ઘરખેડ મળે છે. ગણોતિયાને મળતી નથી. પટ વધારે છે એ મોટો સવાલ છે. એ માટે ભૂમિદાન સમિતિએ પણ ઠરાવ કર્યો છે.
રાત્રે સભામાં અહીંની સહકારી મંડળીમાં જે રકમ બાકી પડે છે તે વિશે અને જિનમાં જોઈએ તેટલો સહકાર મળતો નથી. એ વિશે ચિંતા વ્યક્ત કરી હતી. અને ગામને એ વિશે સજાગ રહેવા કહ્યું હતું. ગૂંદીનાં અમે બહાર વખાણ કરીએ અને અહીં જ આમ બનતું હોય તો લોકો શું ધારશે?
એક દિવસ સાંજના ગગુમુખી મળવા આવ્યા. એમણે ઠાકોર સાહેબ પાસેથી ૪૦ પટ ભરી જમીન રાખી તે બદલ મહારાજશ્રીને મળવા આવ્યા. તેમણે કહ્યું તમે લોભ કહો તો લોભ પણ હું એમ ના કરું તો મારી ૪૮ એકર ઉપરાંતની જમીન ફાજલ પડી જાય. કારણ કે હું ગણોતિયો છું. હવે હું માલિક થાઉં છું. તેથી જમીન ફાજલ નહિ પડે. ગામને હું આગ્રહ કરતો નથી. તેમણે જેમ કરવું હોય તેમ કરે.
મુખી ખેડૂતમંડળની કારોબારીના સભ્ય છે. એમણે પાલનપુર મુકામે રવિશંકર મહારાજની હાજરીમાં ગણોતબિલ માટે મળી લેવું જોઈએ. અને ગમે તે નુકસાન થાય તે સહન કરવું જોઈએ એમ કબૂલ્યું હતું. હવે આ પ્રમાણે કરે તો તેની અસર બીજા મોટા ગણોતિયાને થાય અને મંડળનો જે સિદ્ધાંતિક મુદ્દો છે. જમીન ફાજલ પાડવાનો અને પટની લડાઈનો તે માર્યો જાય. વળી ૪૦ પટ આપે તો ટ્રિબ્યુનલમાં બીજા લોકોના પટ માટે ઠાકોર સાહેબ એ દાખલો આપે કે સ્વેચ્છાએ આટલા પટ તો ખેડૂતો ભરી શકે છે. તો પછી ઓછા પટ અમને કેમ પોષાય ? એટલે આ વધુ પટની અસર ભવિષ્યમાં પટ નક્કી કરતી ટ્રિબ્યુનલમાં ખોટો દાખલો બેસાડે.
આથી મહારાજશ્રીને ભારે દુઃખ થયું. તેમણે આશ્રમમાંથી અંબુભાઈ, સુરાભાઈ અને નવલભાઈને બોલાવ્યા. તેમની આગળ પોતાની વ્યથા જણાવી કે જો મોટા ખેડૂતો આ રીતે પોતાની સલામતી કરી લેતાં હોય તો પછી
૨૦૨
સાધુતાની પગદંડી