________________
આવ્યા હતા. અને ગઈકાલે મહારાજશ્રીએ જે વિચારો મૂક્યાં હતા એની ઉપર વિચારણા કરી હતી. તેમને મહારાજશ્રીની વાત ગળે ઊતરી હતી. મનુભાઈએ શ્રી મોરારજીભાઈનો સંપર્ક સાધ્યો હતો અને પૂછ્યું હતું કે અમે આવીએ તો તમને મુશ્કેલી નથી ને ? તેમણે કહ્યું ના. પણ એ માટે પાટીલને પૂછવું જોઈએ. હું તેમને પૂછીને તમને જણાવીશ. પછી મહારાજશ્રી પાસે આવ્યા હતા. અને અહીં જવાબ માગ્યો હતો. નવરાત્રીએ પણ મોરારજીભાઈને એક ફોન કરાવ્યો હતો. પણ તાર ખાતામાં ઘણા બોજને કારણે ચાર કલાક રાહ જોવી પડે એટલે કે રાત્રીના ૧૧ પછી કદાચ મળે. એટલે છોટુભાઈએ કેન્સલ કર્યો. પણ મનુભાઈ, સૂર્યકાંત પરીખ આવ્યા પછી બેંક મેનેજરને કહીને ફરીથી જોડ્યો એ તરત મળ્યો. અને મહારાજશ્રીએ જે પત્રમાં લખ્યું હતું તે વાંચી બતાવ્યું. ખાસ તો દોંગાઈને તાબે ન થવાનું અને શુદ્ધિપ્રયોગ દ્વારા મહારાષ્ટ્રીયનોને અસર પાડવાનું કહ્યું હતું.
એક પ્રાતઃ પ્રવચનમાં મહારાજશ્રીએ જણાવ્યું કે રાજ એટલે ન્યાય, અને રક્ષણ કરવા માટે ઊભી કરાયેલ એક દંડ શક્તિ અને એ દંડ શક્તિ કઈ? કોર્ટમાં ફેંસલો આવે તો તેનો અમલ કરવા હિંસા જ કરવી પડે ત્યારે અહિંસક સમાજરચના એથી કઈ રીતે થાય. સમાજમાં ભૂલો તો થવાની. બાળક ભૂલ કરે તો પિતા ગુસ્સે થાય છે કદાચ ધોલ મારી દે છે. છતાં પછી પસ્તાવો થાય છે કે મેં આમ ન કર્યું હોત તો સારું. મતલબ કે પ્રકૃતિમાં એ વસ્તુ પડેલી છે. કોઈ પણ હુલ્લડ ચાલે. કાયદામાં ફેરફાર કરાવવા હોય, કે નવો કાયદો લાવવો હોય તો આશા રાખીએ છીએ કે બધું સરકાર કરશે. આથી આપણા પ્રશ્નો કોઈ દિવસ હલ થશે નહિ. રાજ્યની મદદ જરૂર લેવી જોઈએ. પણ આજે મુંબઈમાં જે બની રહ્યું તો ત્યાં શું કરવું જોઈએ ? મેં ગઈકાલે કહ્યું, મારું લક્ષ ગણોતધારા તરફ છે. અને હું ભાલ તરફ જઈ રહ્યો છું. ઘણી મુલાકાતો અને સભાઓ થઈ. અમદાવાદમાં બધાના મન પાટનગર તરફ ગયાં છે. વધારે પૈસા મળશે, સત્તા મળશે. બહેનો પ્રશ્ન લાવે છે ઘણા અનીતિના અખાડા ચાલે છે. દારૂ, ફિચરનો તો પાર નથી. માણસ ધન અને સત્તા તરફ વળે છે ત્યારે મન જડ થઈ જાય છે. એ કથા સાંભળે છે, છતાં બધુંય ચાલે છે. માણસમાં સાધુતાની પગદંડી
૧૯૫