________________
વાઘજીપુરા વગેરે ગામના લોકોએ સ્વાગત કર્યું. રાત્રે જાહેરસભા થઈ હતી. તા. ૨૩-૧-૧૫૬ : સ્તૂરભાઈ શેઠનો લાટ
વાઘજીપુરાથી નીકળી કસ્તૂરભાઈના લાટમાં આવ્યા. અંતર ત્રણ માઈલ હશે. અહીં કસ્તૂરભાઈએ સહકારી મંડળી કરી છે. ૧૨૦૦ એકર જમીન છે. ફતેહવાડી નહેરથી પાણી અહીંયાં આવે છે. તા. ૨૩, ૨૪-૧-૧૯૫૬ : બાવળા
લાટથી નીકળી બાવળા આવ્યા. અંતર સાત માઈલ હશે. ઉતારો સંત આશ્રમમાં રાખ્યો હતો. આગેવાનોએ તથા વિદ્યાર્થીઓએ સુંદર સ્વાગત કર્યું.
વિકાસ મંડળમાં ભાલનળકાંઠાને પછાત વિસ્તારમાં મૂકવાનો પટ ઘટાડવાનો તથા સિલિંગ વધારવાનો જે ઠરાવ આવવાનો હતો તે અંગે ચર્ચા કરવા શુદ્ધિપ્રયોગની નિયામક સમિતિના સભ્યો, ખેડૂતમંડળની કારોબારીના સભ્યો પણ આવ્યા હતા. તેમની સાથે ગણોતધારા અંગે સારી ચર્ચા થઈ. ખેડૂત સંમેલન : ૨-૩૦ થી ૫-૦૦
શંકર ધર્મશાળામાં ખેડૂત સંમેલન યોજાયું. તેમાં ૪૨ ગામના ભાઈઓએ સારી સંખ્યામાં હાજરી આપી હતી. પ્રાર્થના થઈ બાદ પ્રમુખ તરીકે ભાયલાવાળા મોતીભાઈ લક્ષ્મણની વરણી થઈ હતી. ત્યારબાદ ખેડૂતમંડળના પ્રમુખ શ્રી વીરાભાઈએ ગણોતધારા અંગે પ્રાસંગિક કહ્યું હતું. ૧૭મું સંમેલન હતું. ત્યારબાદ અંબુભાઈએ ગણોતધારાની આજની કલમો શું છે તે વિશે સમજણ આપી હતી. પોષણક્ષમ વિસ્તાર એટલે ૧૬ એકર સિલિંગ. એરિયા ૪૮ એકર નક્કી થયો છે. મુખ્ય ચર્ચા ગણોતધારા અને ગણોતિયાના હિત વિશે થઈ.
હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓ સમક્ષ પ્રવચન રાખ્યું હતું. તા. ૨૫, ૨૬-૧-૧૯૫૬ : કોચરિયા
બાવળાથી સાંજના કોચરિયા આવ્યા. અંતર સાડાચાર માઈલ હશે. પાદરમાં ગામલોકોએ ભવ્ય સ્વાગત કર્યું. આખું ગામ ઊમટ્યું હતું. ભંગીભાઈઓ ઢોલ સાથે નાચતા હતા. હરિજનોના મોટા ટોળાએ હાર સાધુતાની પગદંડી
૧૯૭