________________
ચેતનવંત રત્નો જાગી ગયા. બાપા એવા જ પ્રકારની એક વિરલ વ્યક્તિ હતા કે જે બાપુની વધારેમાં વધારે નજીક આવી, જે થોડા ચુનંદા રત્નો બાપુને વહાલાં હતાં તેમાં તેમણે સ્થાન મેળવ્યું. વાણિયા, લુહાણાના લોક એ પંથમાં હોતા નથી, એ સાબિત કરી આપ્યું. બાપુજીએ વિરલ તત્ત્વ જોયું એટલે કહ્યું, તમે આ કામમાં દટાઈ જાઓ, બાપા દટાઈ ગયા. જો વિચાર કરીએ તો કેટલાં બધાં પ્રલોભનો એમની સામે હતાં ? પણ એમની દિલની ચેતનાએ એક અવાજ કાઢ્યો કે સૌને સંભાળનારા તો મળી રહેશે પણ બાપુએ કહેલા કામમાં દટાઈ જવું એ જરૂરી છે.
કેટલાંક રત્નો એવાં હોય છે કે, તેમને કશાયની પડી હોતી નથી. પ્રતિષ્ઠાની પડી હોતી નથી. એક આજ્ઞા થઈ કે પછી ખલાસ. જેમને પોતાના જીવન વિશે પણ આસ્થા નહિ એવાં મેલાઘેલાં, પછાતવર્ગનાં ભાઈબહેનોના સમાજમાં કામ કરવું અને તે પણ રાહતરૂપે નહિ, તેમનામાં પણ ચેતના છે, બુદ્ધિ છે, સમોવડિયા છે, એવું સત્ત્વ સાચવીને કામ કર્યું. ફંડફાળાની જરૂર પડે છે. પણ ફંડફાળાથી ચેતના જાગતી નથી. તેમણે ચેતના જગાડી. આજે જયારે પછાત વર્ગોના આશ્રમો જોઈએ, અને તે કાળનું ચિત્ર જોઈએ ત્યારે ઠક્કરબાપા યાદ આવ્યા વગર રહેતા નથી. આજે એવા પુરુષનું સ્મરણ કરવા ભેગા થયા છીએ. બાપુ અને બાપા બે છબિઓ છાપામાં આવે ત્યારે લોકો તુલના કરવા માંડે છે. કોણ વધારે કામ કરે છે. પણ બાપુ એ બાપુ હતા. અને બાપા એ બાપા હતા. જે કામ લીધું તેમાં દટાઈ જવું, એવો એક જ નિશ્ચય.
આપણે જે સ્થાને બેઠા છીએ ત્યાં બાપુ દક્ષિણ આફ્રિકાથી આવ્યા હશે ત્યારે બાપા મુંબઈમાં નોકરી કરતા હશે. પણ અહીં બેઠાં બેઠાં એ પુરુષોએ ચેતના ફેલાવી કે દૂર દૂરથી લોકો ખેંચાઈને આવતા હતા. કેતકી કહેતી નથી છતાં તેની સુગંધ જ એવી છે કે ભમરો દોડતો આવે છે. તેમ ભાઈઓ આવ્યા, બહેનો આવ્યાં. બાપા તેમાંના એક હતા. આ સ્થળે હું પહેલાં જ આવું છું. પણ જ્યારે ચિંતન કરું છું ત્યારે લાગી આવે છે. કચડાયેલા તરફ દયા આવે ત્યારે થોડા ટુકડા ફેંકી દઈએ. પણ તેમણે જોયું કે, માનવ માનવ વચ્ચે આ ભેદ કેમ ચાલી શકે ? સ્ત્રીઓ, પછાતવર્ગો અને ગામડાં ત્રણ વસ્તુ તેમણે લીધી. સ્ત્રી અર્ધાગ છે એવું ભાન કરાવ્યું. હમણા એક ૧૯૨
સાધુતાની પગદંડી