________________
ફરી પણ ના ભૂલે. રવિશંકર મહારાજ અને પૂજય સંતબાલજી ગુજરાતનું સંતધન છે.
સાંજના સી.એન.માંથી નીકળી એલિસબ્રીજમાં સંજીવની હોસ્પિટલમાં આવ્યા. રાત્રે પ્રાર્થના બાદ મહારાજશ્રીએ જણાવ્યું કે રસિકભાઈનો ઘણા વખતથી આગ્રહ હતો પણ આ વખતે અવાયું. રસિકભાઈ ડિગ્રીધારી ડૉક્ટર છે. એમ છતાં આયુર્વેદ પ્રમાણે જે ધૂનથી કામ કરી રહ્યાં છે એવી જ ધૂનથી સામાજિક કામ કરનારા કાર્યકરો જોઈશે. તો જ સમાજ ક્રાંતિ કરી શકશે. તા. ૧૯-૧-૧૫૬ - સવારના ૬-૩૦ વાગ્યે શારદામંદિરમાં કાર્યક્રમ હતો. ત્યાં ગયા. અહીં વહેલી સવારમાં નાનાં નાનાં બાળકો આવે છે. પ્રાર્થના કરે છે. પ્રાર્થનાની વિશેષતા એ છે કે વાજિંત્રમાં ધૂન બોલાવે છે અને બાળકો આંખો મીંચી એ ધૂનમય બની જાય છે. પ્રાર્થના ખંડમાં પવિત્ર વાતાવરણ સર્જાય છે. ધૂપ, દીપ અને ફૂલને વ્યવસ્થિત ગોઠવે છે. પ્રાર્થના સાંભળી, રમત-ગમત જોઈ પછી મહારાજશ્રીએ તેમને વહેલા ઊઠવાના ફાયદા જણાવ્યા. નાનપણની પડેલી ટેવો મોટા થયા પછી ઉપયોગી થશે. વ્યસનો ન કરવાં, સાદાઈ રાખવા જણાવ્યું.
ત્યાંથી સંજીવની હોસ્પિટલમાં પાછા આવ્યા. અહીં સરોજબહેન પટેલ અને ચારુબહેન યોદ્ધા અગ્રણી સ્ત્રી કાર્યકરો છે તેઓ મળવા આવ્યાં હતાં. એમણે સ્ત્રીઓની સતામણીના પ્રશ્નો અને આપઘાતના પ્રશ્નો વર્ણવ્યા. અમદાવાદ શહેરમાં સેંકડો ધામો અનીતિનાં ચાલે છે અને ઉજળિયાત વર્ગ ચલાવે છે. પોલીસો, ફોજદારો, મેજિસ્ટ્રેટો વગેરે એમાં સંડોવાયેલા હોય છે. કોઈ કંઈ કરતું નથી. કાર્યકરો સાથ આપવાને બદલે ઊલટા ગુનાને દાબી દે છે. કોર્ટે મદદ કરતી નથી. કેટલીક વાર કાયદેસર વાત હોય તોપણ ધ્યાનમાં લેવાતી નથી.
મહારાજશ્રીએ તેમના તરફ ખૂબ સહાનુભૂતિ બતાવી અને જણાવ્યું કે ઘણા અનુભવો પછીથી મને લાગ્યું છે કે સરકારની મદદ સિવાય આપણે લોકમતથી કામ લેવું સારું છે. પ્રથમ પગલું સમજાવટ, બીજું સામાજિક, નૈતિક દબાણ. સમાજમાં તેને ખુલ્લો પાડવો અને ત્રીજું પોલીસ પગલું. કોઈ મિલ માલિક ૧૯૦
સાધુતાની પગદંડી