________________
કે એવા એકાદ ગંભીર કેસની અંદર બધા કાર્યકરોએ શુદ્ધિપ્રયોગ આદરી શક્તિ કેંદ્રિત કરવી એનાથી આપોઆપ લોકમત જાગૃત થશે.
ત્યારબાદ અંબર ચરખાવાળા કૃષ્ણદાસભાઈ ગાંધી મળવા આવ્યા. તેમણે અંબર ચરખાનું સંશોધન કર્યું, અને તેમાંથી આજ સુધીનો વિકાસ સમજાવ્યો. મિલની ત્રાકને બદલે પેટી રેંટિયાની ત્રાક ફીટ કરવામાં ઘણો સમય ગયો. લોખંડના રેંટિયા બની શકે. પણ સુથારને કામ ના મળે, એટલે અમે લાકડા પર ધ્યાન આપીએ છીએ. રેંટિયો અને પીંજણ ૫૦ રૂપિયામાં પડે. તેવી અમારી ઉમેદ છે. આ રેટિયાથી ત્રણ કામ થશે. અપંગ અને અશક્ત પણ કાંતી શકશે. ઝૂંપડામાં ચાલી શકશે અને બજાર મળશે. આ અંગે ઘણી વાતો થઈ.
બપોરના પ્રભાકર મોરારજી પડિયાને બંગલે આવ્યા. ત્યાં ભાવનગરવાળા ભોગીભાઈ શેઠ મળવા આવ્યા. તેઓ પોતાની મિલને મજૂરોની ભાગીદાર બનાવવા ઇચ્છે છે. કદાચ સૌપ્રથમ આ જાતની સ્વેચ્છાથી ભાગીદારી આપવાનો પ્રસંગ હશે. જો કે તેમના ભાગીદારો માનશે તો મળશે.
ત્યાંથી સાંજના નીકળી કોચરબ ગાંધી આશ્રમમાં આવ્યા. આજે ઠક્કરબાપાની પુણ્યતિથિ હતી. તે અંગે ૬-૦૦ થી ૬-૪૫ એક સભા ગોઠવી હતી. પ્રથમ આશ્રમના સંચાલકે મહારાજશ્રીનું સ્વાગત કરી પધારવા બદલ આભાર વ્યક્ત કર્યો.
મહારાજશ્રીએ જણાવ્યું કે ઠક્કરબાપાનું નામ લઈએ. ત્યારે આપણી સામે આપોઆપ એક ચિત્ર ખડું થઈ જાય છે. કેટલાંક નામો એવાં હોય છે કે તેમની સાથે તેમના ગુણ અને કાર્યો યાદ આવ્યા વગર રહેતાં નથી. બાપા એક એવી જાતિના ઉદ્ધારક હતા કે તે જાતિના ઉદ્ધારથી આપણા આધ્યાત્મિક, સામાજિક, રાજકીય બધાએ સવાલો ઉકલે તેમ હતું. પણ આવી પ્રેરણા બાપાને જગાડી કોણે ? ક્યું પ્રેરકબળ હતું. એ મોહમઈ નગરી છોડીને, અમલદારી છોડીને આ લગનીમાં લાગી ગયા. થોડા દાન માટેની નહિ પણ પૂર્ણદાન માટે તમન્ના જાગી અને એક સેકંડ ગુમાવ્યાં સિવાય એનો અમલ કર્યો. બાપુ એવી વિભૂતિ હતી કે જે જે એમના સંપર્કમાં આવ્યા એમનાં ગુણોની ચેતના જાગી ઊઠી છે. માણસ નિંદ્રાધીન રહે તોપણ સૂર્યનાં કિરણો પડે એટલે તેને જાગવું પડે છે. બાપુજીના પ્રકાશથી સાધુતાની પગદંડી
૧૯૧