________________
ગાંધીજીએ બલિદાનની કથા સર્જી. યુવાનો અને યુવતીઓને જગાડી મૂક્યાં. ગોળીઓ ખાવા તૈયાર બન્યાં, કુરબાનીની કથા સર્જી. પણ આ ક્યારે બને કે જ્યારે જાતે બલિદાન આપે. ઘર બાળીને તીરથ કરવાં પડે. આપણે પારકા છોકરાંને જતી કરવા નીકળીએ છીએ. સમાજ અને રાષ્ટ્રનો વિચાર કર્યા સિવાય જીવીશું તો સ્વરાજ્ય નહિ આવે. ધનની પ્રતિષ્ઠા હવે તૂટતી જાય છે. લોકો મોઢે વાત નથી કરતા, પાછળથી આંગળી ચિંધે છે. પાછા સંસ્થાના પ્રમુખ એને બનાવે. કારણ કે ભજકલદારમ્ આવે, માનપત્ર આપો. દાનવીર લખાવે. દશ હજાર કમાઈને થોડા આપી દે. છાપાવાળો બહુ બોલતો હોય તો તેને પણ થોડા બાકરા નાખી દે. નાતને લાંચ આપે. સાધુને લાંચ આપે કાં તો પાર્ટી આપે. આ બધું કહીને હું કહેવા એ માગું છું કે, પ્રેરકબળ આ બધાનું કયું છે ? સત્તાવાળાની ટીકા થાય છે પણ હું રહી ગયો, અને એ મેળવી ગયો. શું આપણે નવી પેઢીને આ વારસો આપી જવો છે ?' “ભરી ઓરે શુકદેવજી નાઠા' તો કહેશે એ તો ગાંડો માણસ હતો. અમે એવા નથી. મને સ્વતંત્રતા ગમે છે તો તેની પત્નીને આપું. પુત્ર મોટો હોય તો મિત્ર માનો. ગઈકાલે સ્ત્રીસભામાં એક ભાઈ ઊભા થયા. કહે, મહારાજ બધા વહુનો પક્ષ લે છે. સાસુની વાત કોઈ સાંભળતું નથી. બિચારા અકળાયા હશે. કેટલીક વહુઓ હમણાં બહુ ત્રાસ આપે છે. એમને એમની સાસુનો પ્રત્યાઘાત હશે. તેમને સમજાવ્યા.
પુત્રમાતા, પુત્રની સામે જ રહે છે. સામે થાય છે કારણ કે પ્રેરકબળ વાસના છે. માતાઓ પણ પોતાનું સત્ત્વ ગુમાવી બેઠાં છે. પુરુષને કહેવું જોઈએ કે મહિનામાં આટલો સંયમ તો પાળવો જ પડશે. પણ આજે તો ગણ્યાંગાંડ્યાં, ઘરેણાંગાંઠા, છોકરા-છૈયાં, કપડાંલત્તા, ખાવું-પીવું બસ પૂરું માને છે. બહેનો એ નથી સમજતાં કે નવા સમાજનું નિર્માણ કરવામાં મારે મહત્ત્વનો ભાગ ભજવવાનો છે.
વિમલાતાઈ એક બહેન છે. એક માથાભારે ગૂંડા માણસ પાસે જાય છે, બારણું ઠોકે છે, રાતનો સમય છે. દરબાર બહાર આવે છે. અરે ! તું કોણ છે ? તમારી બહેન ભૂદાન લેવા આવી છું. અરે ! હું તો દુષ્ટ માણસ છું. ભાઈ તમે દુષ્ટ નથી. તમારામાં પણ ઈશ્વર છે. ભૂમિદાન લઈને પાછી આવી. પવિત્ર થા અને બીજાને પવિત્ર બનાવો આ છે ભૂમિદાનનું તત્ત્વ ૧૮૮
સાધુતાની પગદંડી