________________
આવ્યા. વિચારો જુદા એટલે આચાર જુદો હતો. એક જોનાર કૂતરો હતો તેને માંસના લોચા જોયા, બીજાએ સૌંદર્યતા જોઈ ભિખારી બન્યો. તેનું પ્રેરકબળ કામના હતી. ત્રીજાએ વૈરાગ્યભાવથી જોયું, તેનું પ્રેરકબળ ચેતન હતું.
ગુજરાતનું સ્વતંત્ર રાજ્ય નક્કી થઈ ગયું, હવે તો તાણાવાણા ચાલશે. દરેક બળ કયું કામ કરશે ? ધંધો સારો ચાલશે. લાટીવાળો વિચારશે હવે મકાનો ઘણા બનશે. બંને એક વિચારશે કે મૂડી જ બધી વાપરી નાખું કે વડોદરા અમદાવાદ વચ્ચે બાથંબાથ ચાલશે. તો ક્યાં જવું. ત્રીજો વળી કંઈક સત્તાની આશા રાખશે. એનું પ્રેરકબળ જડ છે. ત્રણે જણ ચિંતન કરી રહ્યા છે, ઊજાગરા કરે છે. ત્રીજો એનો વિચાર કરે છે કે શા માટે લોકો દોડી રહ્યા છે. આ તોફાન શાનું. મુંબઈ માટે કેમ ધમાલ થાય છે. ક્યા હેતુ ખાતર આમ બને છે ? રામ ધારત તો કૈકેયીને જેલમાં મૂકી શકત. પણ તેમણે જોયું કે, મારા સ્વાર્થ માટે ખોટો રસ્તો લઈશ તો દુનિયા એનો દાખલો લઈને ઝઘડતી રહેશે. જો આ વિચાર કરીશું તો ઊંઘ નહિ આવે. આપણામાં રહેલી સવૃત્તિઓને જગાડવા માટે આ વાતો કહી રહ્યો છું. નોઆખલીમાં ધાંધલ ચાલે અને એક ઓલિયા પુરુષનું દિલ કકળી ઊઠે છે. તે કેમ કરીને શાંત રહી શકે ? પ્રેરકબળ સમાજમાં પ્રગટ ના થાય ત્યાં સુધી રસ્તો સૂઝતો નથી. છાપાંઓના અભિપ્રાયોથી લોકમત ઘડાય છે. લોકોને શું આપવું જોઈએ તેનો વિચાર કરીને જે ખોરાક આપે તે સાચો પત્રકાર, સિનેમા વધ્યા લોકોને ગમે તે જ ફિલ્મ આપે છે. કાપડવાળા પણ લોકોને કઈ ડિઝાઈન ગમશે તેવું આપે છે પણ ક્યું કાપડ વધુ ટકશે અને કયું કાપડ સાદાઈ લાવશે તેવું નથી વિચારતા.
વ્યક્તિ, સંસ્થા, તત્ત્વ અને એનું પ્રેરકબળ-અરિહંત, સિદ્ધ, સાધુ અને તત્ત્વ. આ ચાર પ્રેરકબળ છે. ધ્રુવજી લેવા ગયા હતા ભૌતિક રાજ, પણ આધ્યાત્મિક માર્ગ પકડી લીધો કે જે રાજ્ય કદી ચાલ્યું ન જાય. પેલો બ્રાહ્મણ સોનાની એક કૂકડી લેવા ગયો. રાજાએ જે માગવું હોય તે માગવાનું કહ્યું. પેલો વિચારમાં પડી ગયો. આટલું માગું ? તેથી વધું માગું અને છેવટે વિચાર આવ્યો કે પછી શું ? અમરત્વ કેમ ના માગવું તે તો નાશવંત વસ્તુ છે તે શું કામની ?
સાધુતાની પગદંડી
૧૮૭