________________
ઘરેણાંની ભૂલ પડી છે. આવું જ સાધુ પુરુષોનું છે. ચેલા કેટલા ? સેવકો કેટલા ? હવે તો સ્પષ્ટ એમ માનવું પડશે કે, ધર્મમાં કોઈ ભેદભાવ નથી. સદ્ગુણી હોય તે બધાં જ એમનાં શિષ્યો. આજે તો ‘બાવો' એ જાણે કે ગાળ થઈ પડી છે. માતાઓ બાળકોને બાવા નામથી બિવડાવે છે. ‘સુઈ જા, બાવો આવ્યો.' આ સ્થિતિમાંથી બચવું જોઈએ. સેવકોની દશા પણ દયાજનક છે. સત્તાની સાઠમારી ચાલે છે. પંચાયતમાં, ધારાસભામાં, લોકસભામાં બધે સેવાને બદલે સત્તા તરફ લક્ષ થઈ ગયું છે.
હમણાં વળી સાંભળ્યું કે શિક્ષિત લોકો એ વર્ગને તોડવાનું કામ કરે છે. જોડવાનું કામ કરતા નથી. છોકરાં કહે છે, બે એકડે અગિયાર પણ મને ક્યાંય બે એકડે અગિયાર દેખાતા નથી. રામ વનમાં જાય તો, ભરત વનમાં જાય, આ બે એકડે અગિયાર થયા. પણ મહાભારતમાં તો બે એકડે મીઠું બતાવે છે. લોકો કહે છે, સામ્યવાદ આવશે. સામ્યવાદ છે શું ? સામ્યયોગ તો આપણે ત્યાં પણ પડેલો છે. ગાદી પર બેઠેલા દ્વારકાધીશ સુદામા જેવા પોતડીદાસને પગે પડે છે. એના ચપટી પૌંઆને અમૃત માને છે. આથી બીજો કયો સામ્યયોગ જોઈએ ? શબરીનાં એંઠાં બોર ખાય છે કૃષ્ણ જેવા ‘કાન્ત' કુબજામાં મોહાયા. ભગવાન ભાવનાના ભૂખ્યા છે. શિક્ષિત લોકો આ વાતોને સમજે. ભૂદાન ચાલશે, આંદોલન ચાલશે, સત્તાની પડાપડી છોડવી પડશે. ગામડાંના સંગઠન ઊભાં કરવાં પડશે. અન્યાયો સામે શુદ્ધિપ્રયોગ કરવો પડશે. રામ, ધોબી કે મંથરા ઉપર કોપ કરી શકત. સજા કરી શકત. પણ પોતે જાતે સહન કરે છે. ધર્મ આ શીખવે છે પણ વચલો ગાળો આવી ગયો કે ભજકલદારમ્ જેવા રોગમાં પડ્યાં છીએ. ટીંચર ચાલે, ફિચર ચાલે આ બધો ભજકલદારનાો ખેલ છે. અનીતિના ધનનું અનાજનું લોહી આપણને બગાડી મૂકે છે.
તા. ૧૭-૧-૧૯૫૬ : ગિરધરનગર
નીલકંઠ મહાદેવથી નીકળી ગિરધરનગર આવ્યા. ઉતારો હિરભાઈ ગોસલિયાને બંગલે રાખ્યો હતો. મંડપ બાંધ્યો હતો.
અહીંની રાત્રી સભામાં મહારાજશ્રીએ જણાવ્યું કે ગિરધરનગ૨માં જ્યારે આવવાનું થાય છે ત્યારે મારા મનમાં એક છાપ ઊઠે છે કે તમે મોટે ભાગે જૈનો છો. છતાં આજની નવી વિચારસરણીમાં તમે રસ લો છો. સામાન્ય સાધુતાની પગદંડી
૧૮૫