________________
છે. પિતાની સંમતિ છે ત્યારે મને જોઈએ તે મળે છે. ટૂંકમાં લોકોના આનંદનો પાર નથી. રાજ્યારોહણની ધમાલ ચાલે છે. ત્યારે તેમને ત્યાગ ગમે છે. આ બતાવે છે કે આ ભારતવર્ષના ખમીરમાં ત્યાગ જ પુરાયો છે. વનવાસ પહેલાં પણ વિશ્વામિત્ર સાથે રાક્ષસોનો મુકાબલો કરવા જવું પડ્યું હતું. આ હિંદમાં, આવા ત્યાગવીરોની પૂજા થાય છે. શ્રી કૃષ્ણ હાથમાં લાકડી માથે કામળી લઈને ગાયો ચરાવવા જાય છે. એ સમજતા હતા, ભારતવર્ષ એ કોઈ મહેલોમાં નથી. પણ જે લોકો પરિશ્રમ કરીને આજીવિકા મેળવે છે તેમાં છે.
ભગવાન મહાવીર જ્યારે ગૃહસ્થાશ્રમી હતા. રાજા હતા ત્યારે ફકીરી લઈને ચાલી નીકળે છે. એક જ વસ્ત્ર લઈને નીકળે છે. એ પણ છેવટે છોડી દે છે. ભગવાન બુદ્ધ પણ રાજપાટ, મોજશોખ છોડીને ત્યાગી બની નીકળી જાય છે. ત્રણ દશ્યો જુએ છે. શબ, એક વૃદ્ધ અને એક દર્દી જુએ છે અને આખું જીવન પરિવર્તિત કરી દે છે. આ છે અમારું ભારતવર્ષ. આ તપસ્વીઓની ભૂમિ છે. - વર્તમાન કાળે એક વિભૂતિ પાકી. તે મહાત્મા ગાંધીજી. તેમના પિતા દીવાન હતા. બેરિસ્ટરી પાસ કરીને વિલાયત ગયા ત્યારે એમની પાસે ભારે પ્રલોભન હતાં. તેવા વખતે તેમણે વિચાર કર્યો આ જીવન પ્રભુની પ્રાપ્તિ માટે છે, જનતાની સેવા માટે છે. - આજે આપણે એ જ ભારતવાસીઓ રોજ કથાઓ વાંચીએ છીએ, સાંભળીએ છીએ, છતાં જીવન કઈ બાજુ જાય છે. મંદિરો, પ્રતિમાઓ એ તો પ્રતીક છે. સાચું તત્ત્વ તો “વાસુદેવમ્ મયંમ સર્વમ્” છે. ખરેખર આ વાત સાચી હોય અને છે તો આવી વિષમતા સ્વરાજ્ય આવ્યા પછી ચાલી છે ખરી ? ચાલી શકે ખરી ? ગોળના માટલાના આંક જેવું આ છે. એક માણસ ગોળનું માટલું લેવા ગયો. માટલા પર આંક હતો પણ અંદર ગોળ નહોતો. છતાં વેપારીએ કહ્યું, આંકડા છે. એટલે એ પ્રમાણે પૈસા આપો. ઘરાકે કહ્યું, મારે આંકડાની જરૂર નથી. ગોળની જરૂર છે. આજે આપણે આંકડાની કિંમત આંકીએ છીએ. માલની કિંમત ગણતા નથી. લેબલને ધર્મ માની લીધો છે. સત્ય, અહિંસારૂપી ગોળનું કંઈ ઠેકાણું નથી. ગોળને મકોડાં ખાઈ ગયા છે. સાધુતાની પગદંડી
૧૮૩