________________
એવું ના લાગે. બંને અરસપરસ પ્રેમથી જીવે.
આ વખતે જયોતિસંઘમાં દેરાવાસી સાધુ અને સાધ્વીજી પણ આવ્યાં હતાં. મોટી સંખ્યામાં બહારનાં બહેનો પણ આવ્યાં હતાં. બહેનોને ઘણો આનંદ થયો. આ રીતે સાધુ-સાધ્વીઓ આવતાં થાય તો તેમને ખ્યાલ આવે કે સમાજ શું માગે છે ? તા. ૧૬-૧-૧૯૫૬ : અસારવા-નીલકંઠ મહાદેવ
હઠીભાઈની વાડીએથી નીકળી અહીં આવ્યા. મહંતશ્રીએ મહારાજશ્રીનું સ્વાગત કર્યું. અસારવા તાલુકા કોંગ્રેસ સમિતિ તરફથી મહારાજશ્રીનું પ્રવચન યોજાયું હતું.
સાંજના મહારાજશ્રી મહંતને મળવા ગયા. ત્યારે કેટલાક ભક્તોએ મહંતને પ્રથમ ફૂલહાર પહેરાવ્યો. મહારાજશ્રી તો ફૂલને સચેતન માને, પણ વૈષ્ણવોને ક્યાંથી ખ્યાલ આવે ? એટલે મહારાજશ્રી સંકોચ પામતા રહ્યા. અમે ના, ના કરતા રહ્યા છતા ભક્તોએ હાર પહેરાવી દીધો. તેઓ સમજ્યા કે નમ્રતા માટે આમ કરે છે.
જોકે મહારાજશ્રીએ આનું પ્રાયશ્ચિત કરી લીધું હતું. રાત્રે પ્રાર્થના સભા બાદ અંબુભાઈએ ઠાકોરભાઈ દેસાઈ સાથેની વાતચીતનો સાર કહ્યો હતો. બાદ મહંતશ્રી મળવા આવ્યા હતા. તેમણે સાધુ-સંગઠન વિશે અને નંદાજીએ પંચવર્ષીય યોજનામાં સાધુઓને બોલાવ્યા છે એ અંગે ચર્ચા કરી હતી. અહીંની જાહેરસભામાં મહંતશ્રી અને બીજા સાધુઓ પણ આવ્યા હતા.
મહારાજશ્રીએ જણાવ્યું કે આ દેશમાં લાખો સાધુ છે અને જનતાને તેમના તરફ અપૂર્વ શ્રદ્ધા છે. ભારતમાં માણસનું માપ એની ઊંચાઈ પહોળાઈ પર થતું નથી. એમ ધનદોલતથી તેનું માપ થતું નથી. કઈ સત્તા ઉપર બિરાજમાન છે. તેનું પણ માપ નથી. પણ એ કેટલો ત્યાગી છે, કેટલો તપસ્વી છે, કેટલો ફકીર છે તેના ઉપર માપ છે. ભગવાન રામ કે કૃષ્ણ ભલે ફકીર નહોતા. પણ ફકીર જેવા હતા. કૈકેયી માતા જ્યારે બે વચન માગે છે, દશરથ ભૂછિત છે ત્યારે રામ સંભળાવે છે. તે કહે છે ! “માતાજી ! પિતાજી કેમ મૂર્શિત થયા છે તે મને સમજાતું નથી. ત્યારે કૈકેયી કહે છે રામને વનવાસ જવાનું થાય છે તેથી રામ કહે છે, જે માતા-પિતાની આજ્ઞા ઉઠાવવા તૈયાર હોય છે એ પુત્ર બડભાગી છે. ત્યારે આપની સંમતિ
સાધુતાની પગદંડી
૧૮૨