________________
ઢાંકપિછોડો કરતો હોય છે. બળનાર તો બળી ગઈ, હવે શું કામ નકામો ઉકળાટ કરવો ? પણ ડોશી મરી ગઈ પણ જમ ઘર ભાળી જાય તેનું શું? એટલે આ ચલાવી ના શકાય. તો રસ્તો કયો લેવો ? સમાજમાં જાગૃતિ લાવે, આપણી શુદ્ધિ કરે અને ગુનેગાર તરફ નફરત ઊભી થાય આને માટે શદ્ધિપ્રયોગ સુંદર સાધન છે. એકવાર ચીલો પાડ્યો તો પછી વાંધો નહિ આવે. તમે શુદ્ધિપ્રયોગ પુસ્તિકા વાંચશો એ ત્રણેય મદદે આવશે.
પ્રશ્ન ૨ : બાળલગ્નો કે એવા પ્રસંગોમાં કોંગ્રેસ કાર્યકરો અને પોલીસો આડે આવે છે. ત્યાં શું કરવું ?
જવાબ : ઉત્તર ગુજરાતમાં મેં જોયું ત્યાં લોકો કહે, નાની છોકરીનાં લગ્ન કરવામાં મજા છે. અમે પુખ્ત ઉંમરની થાય ત્યારે જ સાસરે મોકલીએ છીએ. પણ દીકરી ને ગાય, દોરે ત્યાં જાય.” એક જમાનામાં તે ઠીક હશે. પણ હવે
જ્યારે સત્ત્વ જાગ્યું છે ત્યારે તેની ઈચ્છા પણ જુઓ, એ પોતાનું હિત મોટી ઉંમરે સમજી શકે છે. કેટલીક વાર એ ભોળવાઈ જાય છે. ત્યાં સંસ્થાઓએ મદદ કરવી જોઈએ. સામાજિક સંસ્થાઓ આમાં મદદ કરી શકે.
પ્રશ્ન : ભજન અને ભક્તિને નામે નાની બાળાઓને ભરમાવે છે, ત્યાં શું કરવું ?
જવાબ : ધર્મને નામે ઘણું વેવલાપણું આપણે ત્યાં ચાલે છે. એ વાત સાચી, પણ એની ભૂખ પોષાય તેવો સાત્ત્વિક ખોરાક મળવો જોઈએ. સંન્યાસિની બહેનો, ભક્તબહેનો છે તેઓ ધારે તો ઘણું કામ કરી શકે. પરલોકનું અને આ લોકનું સાધે તે જ સાચો ધર્મ છે. માત્ર પરલોકનું સાધે તે ધર્મ અધૂરો છે.
પ્રશ્ન : આજે વહુનું સૌ સાંભળે છે, પણ સાસુનું કોઈ સાંભળતું નથી. તો સાસુએ શું કરવું ?
જવાબ : આ સવાલ બધાંને બહુ ગમ્યો લાગે છે. મને લાગે છે કે સાસુ કૌશલ્યા બને, તો આ પ્રશ્ન પતી જાય, પણ વહુ સીતા બને અને સાસુ બીજાં કંઈક બને તો ઝઘડો થાય. હવે ટાંકણાં મારવાનું છોડવું. પુરુષ સ્ત્રી ઉપર ટાંકણાં માર્યા, તો સાસુએ વહુ ઉપર માર્યા એટલે પ્રત્યાઘાત પડે છે. વહુ પણ એક દિવસ સાસુ બનવાની છે. તે વહુએ ધ્યાન રાખવું જોઈએ. સાસુ પણ દીકરી આવે ત્યારે કાનમાં વાતો ના કરે કે વહુને સાંધા કરે છે સાપુતાની પગદંડી
૧૮૧