________________
બાપુજીની ભૂલ થાય તો કાનની બૂટ પકડે છે. પણ સાથોસાથ અંતરનો પ્રેમ જતો નથી. હું અને તે એક છીએ. ઘણીવાર એમ થાય કે રામે સીતાને ઘડ્યાં કે સીતાએ રામને ઘડ્યા ? તેમ બા અને બાપુજીનું છે તમે કલ્પના કરી લો કે, ૨૯ વરસની ઉંમરે પતિ એમ કહે કે મને સંયમ પાળવાની ઇચ્છા છે. સંયમ વગર સમાજનાં કામ નહિ થઈ શકે અને બાએ તરત સંમતિ આપી દીધી. રામકૃષ્ણ પરમહંસ ગમે તેટલા પવિત્ર હોય પણ શારદામણિ દેવીનો સાથ ન હોત તો આટલી પ્રગતિ કરી શકત નહિ.
આજે આપણા સમાજમાં આ ભાવના કેમ તૂટી પડી છે ? પ્રકૃતિ અને પુરુષ સાથે જ રહે છે. સીતા વગર રામ અને રામ વગર સીતા અલગ રહી શકે જ નહિ. એનું નામ જ સંસાર. ઘણાને થાય છે કે, સોનાનો મૃગ હોતો હશે કે નહિ ? અને રામ જેવાને ખબર નહિ હોય ? પણ ત્યાં જ રામની ખૂબી છે. એમાં ભારત વર્ષની સંસ્કૃતિ છે. પાંચ હજાર વરસથી ચાલી આવતી સંસ્કૃતિમાં બહેનોનો ફાળો ઓછો નથી. આજે મધ્યયુગમાં સમાજની અંદર જે સ્થિતિ ઊભી થઈ હતી, ભેદભાવ ઊભા થઈ ગયા હતા. તે વખતે બાપુ આવ્યા. અને સ્ત્રી શક્તિને જગાડી. પિકેટીંગ કરવું હોય, લાઠી ઝીલવી હોય તો બહેનો તૈયાર. બુદ્ધિના ક્ષેત્રમાં પણ તેમનો ફાળો યુગયુગથી ચાલી આવ્યો છે. ગાર્ગી અને માગ્બી જેવાં બહેનો થઈ ગયાં. આજે પણ છે. ચારુલતાબહેને તમારી બહેનોની અદાલત બતાવી ફરિયાદો આવે છે, ત્યારે જાય છે.
માતા કોઈ દિવસ પુરુષ જેટલી કઠોર થઈ શકતી નથી. મારે ધ્યાન એ દિશા તરફ દોરવું છે કે આજે દેશ સામે, સમાજ સામે, ધર્મ સામે બે પ્રશ્ન છે. એક છે તો લડી ઝઘડીને હક્કો મેળવવા કે પછી ભૂલેલા તરફ વેરનો બદલો વેરથી નહિ પણ પ્રેમથી લઈશું. સ્ત્રી નીતિ હલકી નથી. તે પણ એક ચેતન છે, માતા છે, જનેતા છે, ગિની છે. ન્યાયની દૃષ્ટિથી એમને સ્વીકારો એટલે એ ઉદાર છે. પણ સ્ત્રી છે, માટે હલકી છે એમ માનશો તો અમે ચલાવી લઈશું નહિ. પણ એનો રસ્તો પ્રેમનો હશે.
સંસ્થા હોય તો આપણને હૂંફ મળે છે. આ યુગમાં વ્યક્તિનો અવાજ સંભળાતો નથી. પણ સંસ્થાનો લાભ છે, તેમ ભયસ્થાન પણ છે. આપણે ઘર્ષણનો રસ્તો નહિ પણ પ્રેમનો રસ્તો લઈશું. તો બધાંનું કલ્યાણ થશે. સાધુતાની પગદંડી
૧૭૯