________________
સંસ્થાઓ પણ પોતાના અલગ અલગ ચોકા ના જમાવે પણ એક સાંકળથી બંધાઈને કામ કરે, એક ધ્યેય રાખીને કામ કરે,ત્રીજું હક્ક અને અન્યાયોને ભૂંસવા માટે કયો માર્ગ અંગીકાર કરવો ? કાયદાની જરૂર રહેશે ખરી પણ એ આપણને મદદ કરનારો આપણી પીઠ બનશે. મૂળ તો આપણે જાતે બનીએ. જે સડો પેઠો છે તેનું નિવારણ સાદાઈ અને સંયમથી આવશે તો આપણે હીરાની બંગડી વાપરીશું, સારાં કપડાં પહેરીશું તો કોઈ દિવસ શક્તિ આવવાની નથી. થોડું કામ કરતાં પણ શીખવું પડશે. સ્ત્રીઓને પડવાનાં બે કારણ એક લાલચ બીજું ભોળપણ અને ઈર્ષ્યા. સાસુ અને જેઠ જો દીવાસળી ચાંપે ત્યારે સ્ત્રી ક્યાં જશે ?
દીકરો અને દીકરી વચ્ચેનો ભેદ ચાલે છે તેને તિલાંજલિ આપીએ. સાસુ અને નણંદ થઈને આપણે પણ વહુ ઉપર ઈર્ષા ના કરીએ. આ આપણને પારાવાર નુકસાન કરે છે. શારીરિક, માનસિક અને આર્થિક ત્રણે રીતે નુકસાનકારક છે. આ વ્યસનો છોડીએ, થોડું બચાવતાં શીખીએ. કોમવાદ ના રાખીએ. પડોશમાં અન્યાય થતો હોય તો નિંદા કુથલી નહિ કરતાં, છડેચોક કહીએ કે એ માત્ર તમારી મિલકત નથી. સમાજનું અંગ છે. બહેનો પુરુષોને કહી શકે કે આ શરીર માત્ર રમકડું નથી. તે સંયમને માટે પણ છે. હમણાં હું શુદ્ધિપ્રયોગ વિશે ઘણું ધ્યાન આપું છું. કાયદાથી ગુના પતવાના નથી. સમાજની કોર્ટને તપ, ત્યાગ દ્વારા જગાડીએ. અહિંસક સમાજ રચના માટે ઘણા શુદ્ધિપ્રયોગ કરવા પડશે. ભાલ નળકાંઠામાં હું પ્રયોગ કરું છું. તેમાં તમો સાથ આપો. હું તમને સાથ આપું. આ વિશે વિચારજો.
પ્રવચન બાદ બહેનોએ કેટલાક પ્રશ્નો પૂછડ્યા હતા. પહેલો પ્રશ્ન એ હતો કે બાળવાના અને આપઘાતના પ્રસંગોમાં આગેવાનો એ પ્રશ્નને બહાર નહિ લાવતાં દબાવી દે તો અમારે શું કરવું ?
સંતબાલજીએ જણાવ્યું કે ઢાંકપિછોડો કરવાનાં બે કારણ એક તો પોતે એમાં સંડોવાયેલા હોય, બીજું આ માણસની પ્રતિષ્ઠા જશે તો આપણા કાર્યને ધક્કો લાગશે. મને લાગે છે કે ગમે તેવું ઊંચું કામ હોય પણ ચારિત્ર્ય નહિ હોય, નીતિ કે સચ્ચાઈ નહિ હોય, તો આપણું કામ ચાલશે નહિ. આવા કાર્યકરોને કાર્યકરો કહેવાય જ શી રીતે ? છતાં ચાલી રહ્યું છે. આમાં મુશ્કેલીઓ છે. એવા કાર્યકરોને સમાજ ટેકો આપતો હોય છે, સમાજ ૧૮૦
સાધુતાની પગદંડી