________________
મટાડવાનો ઉપાય જમીન છે એમ સૌને લાગે છે ત્યારે તેની વહેંચણી કરવી શી રીતે ? ગણોતિયો કાયદો તોડે, તો લોકશાહી કોઈ દિવસ સફળ થાય નહિ. ત્યારે ગણોતિયાએ જમીન છોડી દેવી ? ના હોય તો તેની સામે શુદ્ધિ પ્રયોગ કરવો જોઈએ. જર, જમીન જોરુ ને મિલકત માની, ખરી રીતે એ મિલકત નથી. જમીન જીવવાનું સાધન છે. શોષણ નાબૂદ કરવું તે રાજ્યની ફરજ છે. નાનાને વળતર વધારે આપવું, મોટાને ઓછું આપવું. લાખ એકવાળાને સરખું અને એક એકરવાળાને સરખું એ કેમ ચાલે ? કાયદાની મુશ્કેલી હશે પણ તે ફેરવવો જોઈએ. નિઝામને વધારે સાલિયાણું અને નાના ઠાકોરને નાનું અપાય છે તેમ. - જો પોષણ ઉપરની જમીન ફાજલ પાડીએ તો ઘણા કુટુંબોને રોજી મળે. પ્રતિનિધિઓમાં બહેનોની સંખ્યા વધે તે જરૂરી છે. ટીંચર પીણું હમણા વધતું જાય છે, તમે પ્રયત્ન કરો છો, પણ વધારે જલદ પ્રયત્ન કરવો જરૂરી છે. બહેનો ઘણું કામ કરી શકશે. લવાદી તરફ તમારું લક્ષ છે. તેને મારી શુભેચ્છા છે. ગામડા તરફ વધારે લક્ષ આપવા તમે અંબર ચરખાનું આંદોલન ચલાવો છો તેથી મને આનંદ થાય છે. સરકારમાં ગયેલા આપણા પ્રતિનિધિઓ પણ એ જ કામમાં લાગી રહ્યા છે. ગામડાંઓ સભર થશે તેટલા આપણે સુખી થઈશું. સ્વરાજય વખતે જેમ આંદોલન ચલાવ્યું તેમ ગ્રામરાજ્ય માટે પણ ચલાવવું પડશે. તેમાં તમો બધા સહાનુભૂતિ દાખવશો.
શંકરલાલ બેંકર : પૂ. સંતબાલજી અહીં પધાર્યા છે અને સુંદર ઉપદેશ આપ્યો છે તે બદલ તમારા બધાં વતી તેમનો આભાર માનું છું. સંસ્થાનું તેજ તો જ વધે છે કે જો નીતિપરાયણતા અને ઈશ્વર પરાયણતા રહે. સંતબાલજી નીતિની ભાવના ફેલાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. તેની સામે અનીતિને માનનાર તત્ત્વો સામનો કરવા બહાર પડે છે. આ બધામાં નીતિ કેમ જીવે તેને માટે આપણે સૌ પ્રયત્ન કરીએ. સત્યને માર્ગે જવા, આના સિવાય કોઈ ઉપાય નથી. મનુષ્યમાત્ર અપૂર્ણ છે. શું સાચું છે, શું ખોટું છે તેનો નિર્ણય કરવો. સામાન્ય માણસ માટે સહેલો નથી. પણ ઈશ્વર અંતરમાં વસે છે તેનો અવાજ સાંભળીને આગળ વધીએ તો માર્ગ ચોખ્ખો જણાઈ રહે છે. હૃદય પરિવર્તનને માટે પ્રેમ જોઈએ. પ્રેમ હોય તો ઘડીકમાં પરિણામ ખરાબ લાગે પણ ભવિષ્ય તો તેનું પરિણામ સારું જ આવે છે. ૧૬૪
સાધુતાની પગદંડી