________________
માટેની વાતો ઝીણવટથી વણાયેલી છે. આજના જૈનોમાં હું કોયડા જેવો લાગું છું. રાહતનાં કામો થયાં ત્યાં સુધી વાંધો નહોતો, દયા, દાનમાં વાંધો નહોતો, પણ સેલ્સટેક્સ આંદોલન આવ્યું ત્યારે લાગ્યું કે આ સાધુ કઈ જાતના. પણ ધીરે ધીરે સમજવા લાગ્યા છે. જૈનોનો પૂર્વ ઈતિહાસ ભવ્ય છે. સિદ્ધાંતને કાજે પોતાનાં કુટુંબ હોમી દીધાં છે. જ્યારે આજે નાના નાના ભેદની ગાંઠ એટલી મજબૂત થતી જાય છે કે જયારે બહુ તાણે ત્યારે તૂટી જાય છે. આજે જૈન સમાજ તૂટી રહ્યો છે. કૂચ કરવાને સમયે નાના નાના ભેદો, ઈર્ષ્યાઓ અને ભજકલદારમાં પડી ગયા છે. ગાંધીજી સનાતન હતા ખરા. પણ સનાતન ધર્મને ટૂંકી દૃષ્ટિથી જોતા નહોતા. પંડિતો તેમને કહેતા, તમો ધર્મનો એકડો જાણતા નથી ત્યારે તે હસતા અને કહેતા જે ધર્મ માનવજીવનમાં નથી આવતો તે ધર્મ નથી. એવો ધર્મ તમે બતાવો તો તમારો ઋણી થઈશ. પંડિતો સમજી ગયા.
તમે મને કહેશો ખરાં કે જૈનોમાં વ્યક્તિપૂજા નથી તેમ પરિગ્રહ પૂજા છે ખરી ? સામાયિક યાદ કરવામાં આવે ત્યારે પૂણિયાને કેમ ? આનંદને કેમ નહિ ? પૂણિયો તો સામાન્ય ગરીબ માણસ હતો. તે પૂણી બનાવીને જીવન ગુજારતો. આવતી કાલની ચિંતા નહોતી ? સામાયિક એટલે સમભાવમાં રહેવું. તમે કહેશો કે ચોપડામાં અમે એને યાદ નથી કરતા. શાલિભદ્રને યાદ કરીએ છીએ. શાલિભદ્રના જીવનના બે ટુકડા થઈ શકે નહિ. જીવનનો એક ભાગ રિદ્ધિનો હતો એ રિદ્ધિ એટલે ટ્રસ્ટીશિપ. ટૂંકમાં મિલકતની કિંમત જૈન ધર્મ નથી. સમૃદ્ધિની વાતો જરૂર આવે છે. પણ શ્રમણની ઉપાસના માટે શ્રમણો ઉપાસક એટલે ત્યાગ કર્યો ના હોય પણ ત્યાગને મોખરે રાખી ટ્રસ્ટીપણે જીવનારો સાધક. આ વાત ઉપર વિચાર કરજો.
આવી જ વાત બલિદાનની છે. સિદ્ધાંતને કાજે કાયા હોમી દીધી હોય એવા અનેક દૃષ્ટાંતો તમને જૈન ધર્મમાં મળી રહેશે. શિબી મહારાજ અને દધિચિએ સમાજને કાજે બલિદાન આપ્યાં છે. એક કીડીને માટે પોતાનો પ્રાણ હોમનારા જૈન શાસનો થયાં છે. ધર્મઘોષ કે જ્યારે પોતાના શિષ્યને કહે છે, તું આ શાક લઈ આવ્યો છે તે પરઠવી શકે છે. શિષ્ય વિચાર કરે છે. ભૂલ તો મેં કરી છે. આદર્શનો ઉપાસક પોતાના બલિદાનથી કથાને સાધુતાની પગદંડી
૧૭૫