________________
પડશે, ઘણા આવરણોમાં રાજ્ય પણ જવાબદાર છે. જે અદાલતો હતી તેમાં ફેરફાર થયો નથી. કોઈ ગરીબ સત્ય બોલે તો તેને સજામાંથી મુક્તિ મળતી નથી અને ધનવાન જૂઠું બોલીને અદાલતને છેતરે તેને છોડી મુકાય છે. વકીલો માત્ર ધન તરફ જુએ છે. આ બધામાંથી આપણે આગળ વધવાનું છે. અંબર ચરખો પણ આ બધાના સંદર્ભમાં છે. અંધાધૂંધી કોઈ રીતે સારી નથી. તેને બદલે વધારે સક્રિય બનીને નૈતિક દબાણો ઊભાં કરવાં જોઈએ. એ દબાણને તમે ગમે તે નામ આપો. ગણોતધારાની પાછવ આ જ ભાવના છે. જે વિચારક છે, તેને માટે ધીરજ રાખવી પાલવે તેમ નથી. બહુ ઝડપભેર મૂલ્યાંકનો બદલાતાં જાય છે.
પ્રાયોગિક સંઘની બેઠક બપોરના ૨-૩૦ થી ૫ પ્રાયોગિક સંઘના સામાન્ય સભ્યોની બેઠક શ્રી વાડીભાઈ જમનાદાસના મકાનમાં મળી. તેમાં કારોબારીની નિમણૂક કરવામાં આવી. કારોબારીની નિમણૂક ચૂંટણીથી કરવી કે સર્વાનુમતિથી નામો નક્કી કરવા અથવા મહારાજશ્રી પોતે પ્રયોગ કરે છે એટલે એને અનુકૂળ નામો પોતે જ નક્કી કરે. આ વિશે સભ્યોમાં ચર્ચા સારી ચાલી.
રાત્રે ૭-૩૦ વાગ્યે પ્રાર્થના પછી પોળના ચોકમાં ધન અને સત્તાનો કેફ જે શહેરોમાં લાગ્યો છે તેમાંથી હટી ગામડાંના પ્રશ્નો તરફ સહાનુભૂતિથી જોવા વિનંતી કરી. લાઉડસ્પીકર હતું. ઘણા ભાઈઓ આવ્યા હતા. તા. ૧૬-૧-૧૫૬ : વિષય : જેનો અને રાષ્ટ્ર
સવારના ૯-૦૦ થી ૧૦-૦૦ પ્રેમાભાઈ હોલમાં જાહેર પ્રવચન રખાયું હતું. સૌરાષ્ટ્ર સ્થા. જૈન યુવક મંડળના આશ્રયે આ સભા યોજાઈ હતી. પ્રથમ સંઘના મુખ્ય કાર્યકરે મહારાજશ્રીનો પરિચય આપ્યો હતો અને મહારાજશ્રીના કાર્યોને બિરદાવ્યાં હતાં. યુવક મંડળ ભલે નાનું હોય, પણ એવા યોગ્ય પુરુષો પાસે જઈએ તો ઘણું માર્ગદર્શન મળી શકે છે. બહેનો ઠીક સંખ્યામાં આવ્યાં હતાં. આ પ્રવચન લોકોને ખૂબ અસરકારક લાગ્યું હતું. અંતમાં મંત્રીએ મહારાજશ્રીનો આભાર માન્યો હતો.
જૈન એ માત્ર જ્ઞાતિ નથી, કોઈ વાડો નથી. ચોક્કસ વિચારસરણી ધરાવતું મંડળ છે. એનો ભૂતકાળનો જવલંત ઇતિહાસ છે એટલે આવા નાનાંમંડળો ફરીથી એ ભૂતકાળને તાજો કરી શકે છે. રાષ્ટ્ર અમુક રીતે જોતું સાધુતાની પગદંડી
૧૭૩