________________
સરજે છે, બલિદાન આપે છે. બહાર દુષ્કાળ પડે છે, અનાજ મળતું નથી. પોતાનાં સંતાનોને અનાજ આપતાં નથી. પણ ધર્મની શ્રદ્ધાને કારણે અમને આપશે તો અમારે બલિદાનની કથા ઊભી કરવી જોઈએ. અનશન આચરે છે. આથી સંગ્રહના અનિષ્ટને ધક્કો લાગે છે. આવા ભૂતકાળના બલિદાન કથાવાળા જૈનો દુષ્કાળ વખતે કોઈ કાળાબજાર કરે તો તે સાંખી શકે ખરાં ? ધન અને ભોગની લાલસા વધતી ગઈ છે. તેટલા પ્રમાણમાં જૈન શાસનનો ઇતિહાસ ધોવાય છે. હજૂ ન જાગીએ તો ક્યાં જઈને અટકીશું ? સદ્ભાગ્ય છે કે હવે નવો વિચાર જાગ્યો છે. યુવાનો જાગ્યા છે. યુવકમંડળોએ જૈનજૈનેતરમાં પ્રવેશ કર્યો છે. તેમ જ પ્રવચનો ગોઠવે છે. પણ આથી ચાલશે નહિ. આચરણમાં પ્રથમ આવવું જોઈએ. રાષ્ટ્રમાં આજે જુદાં જુદાં પ્રવાહો કામ કરી રહ્યાં છે. મને લાગે છે કે ગાંધીજી અને જૈનધર્મની અહિંસા જુદી છે. એવું માનનારા કદાચ બહુ ઓછા હશે. અહિંસા સર્વત્ર વ્યાપક છે. કંદમૂળ વાપરનારા પણ અહિંસક હોઈ શકે અને અહિંસાની જ્યોતિ ફેલાવે છે. માંસાહાર ત્યાગ, અરે ! દૂધ જેવા પદાર્થનો ત્યાગ લક્ષમાં લેવા જેવો છે. પણ મૂળ બિંદુ બીજાઓ સાથે ઉદારતાની સાથે, આચરણમાં ઉદારતા આવવી જોઈશે. રવિશંકર મહારાજ ચીનમાં ગયા. ત્યાં માંસાહારીની સાથે બેસીને જમતા. સુગાળવો હશે તો બીજા ઉપર છાપ નહિ પાડી શકે. એ વિષયમાં ભલે જુદાં રહ્યાં, બીજા વિષયમાં સાથે જ છીએ. કાકાસાહેબ ફરિયાદ કરતા જૈન બહેન આવ્યા. બટાટા ખાનાર સાથે એકતા અનુભવી શકતાં નથી. સાધુ-સાધ્વીઓ આવી વાતો વિસ્તૃત રીતે મૂકીને પોતાના આચરણ દ્વારા સમજાવશે તો જૈનો ઉપર ઘણો પ્રભાવ પાડી શકશે.
સહઅસ્તિત્વનો અર્થ એ છે કે ભિન્ન ભિન્ન વિચારસરણીવાળા સાથે મેળ પાડવો, મેળ પાડીને પ્રેમથી રહેતાં આવડવું જોઈએ. ખાદી પહેરતો હોય, બીજો ના પહેરતો હોય, વૈભવી હોય, તેની સાથે મેળ શી રીતે પાડવો. કામ અઘરું છે. પણ ગાંધીજીએ અને મહાવીરે બતાવી આપ્યું છે. ગોસાલકની વિચારસરણી ક્યાં ? મહાવીરની ક્યાં ? મહાવીરની વિચારસરણી પોતાને નામે ગોસાલકે પ્રસિદ્ધ કરી. પણ મહાવીરે કદીએ તેની સામે આક્ષેપ કર્યો નથી. તેને માટે ખોટું બોલ્યા નથી. રશિયા આવે કે ચીન આવે, આપણે
સાધુતાની પગદંડી