________________
પડી. ચૂંટણી એ તો માત્ર સાધન છે પણ આજે એ સાધ્ય બન્યું છે. પરિણામે અનિષ્ટ આવ્યું છે. ભારત સેવક સમાજ તટસ્થ રહેવા પ્રયત્ન કરે છે. મને લાગે છે રાજકારણથી અલિપ્ત રહેવાથી શુદ્ધિ અધૂરી રહેશે. જાતે શુદ્ધ થવું, સમાજમાં શુદ્ધિ લાવવી. ત્રણ રીતે આધ્યાત્મિક રીતે, સમાજના દબાણથી અને છેલ્લે રાજ્યનું દબાણ આવે છે. વ્યક્તિની શુદ્ધિ પહેલી, શુદ્ધ થયેલા સભ્યોવાળી સંસ્થાની શુદ્ધિ બીજી અને ત્રીજી રાજ્યની શુદ્ધિ. સ્વેચ્છાએ ત્યાગ કરવો, જાતે કષ્ટ વેઠવું અને આગેકૂચ કર્યે જવી. દશ ટકા લોક સ્વેચ્છાથી ત્યાગ કરે, પચાસ સમાજના નૈતિક દબાણથી અને ચાલીસ ટકા કાયદાથી થાય. તો લોકશાહી વિકસશે અને શુદ્ધ થશે.
શહેરોમાં જે મસાલો છે તેમાં ઝેર ભળી ગયું છે. એટલે શરૂઆત ગામડાંથી કરવી. કુદરત તરફની નિષ્ઠા ત્યાં પડેલી છે. માનવબળ ત્યાં પડેલું છે. જીવનને ઉપયોગી ઉત્પાદન ત્યાં પડેલું છે. આ બધું વિચારીને હું ગામડાંને મહત્ત્વ આપી પ્રયોગ કરું છું. માતા પીંડ નીચોવીને દૂધ આપે છે પછી જ એ અરસપરસ વાત્સલ્ય ભોગવી શકે છે. માણસ બોલે છે ખરો કે તારો અને મારો આત્મા એક છે. પણ શરૂઆત નાનાથી કરવી જોઈએ. એટલે સહકારી પ્રવૃત્તિ અને તે પણ બચત તથા મોટો નાના માટે ઘસાઈ છૂટે. પંચાયતો લવાદીથી ઝઘડા પતાવે. અન્યાયી ના માને તો શુદ્ધિપ્રયોગ કરે. છેલ્લે પાલનપુરનો કિસ્સો છાપાંઓમાંથી વાંચ્યો હશે. રચનાત્મક કામ કરનારા બ્રાહ્મણો છે. ગામડું વૈશ્ય છે, જમીન, પશુ અને ગ્રામઉદ્યોગ એ ત્રણ એટલે ગામડું. બુદ્ધિજીવી, સરકારી કામમાં ક્ષત્રિય, શુદ્ધિપ્રયોગમાં જાય. માણસ સંયમનું લક્ષ રાખીને જીવે. બર્થ કંટ્રોલના સાધનોની તેને જરૂર નથી. પવિત્રતાની બાદબાકી કે ભાગાકાર ન થવાં જોઈએ. સંતો તો કેમ ધન કમાય અને કેમ પ્રતિષ્ઠા મળે તે ઉપર જ ધ્યાન આપે છે. આજે ઘર ઘરમાં શુદ્ધિપ્રયોગ કરવા પડશે. માત્ર સમાજમાં નહિ. ઘઉં અને કાંકરા ભેગા થઈ ગયા છે. કાંકરા વધારે છે એટલે ઘઉં વીણવાનો વખત આવ્યો છે. જે દેશ ત્યાગ અને તપનો નમૂનો પૂરો પાડતો હતો તેમાં ગામડાંમાં, પંચાયતમાં જવા માટે પડાપડી કરે છે. ચૌદશિયા તત્ત્વો જઈને વિકાસને રૂંધે છે. કાળી ટોપીને બદલે ધોળી ટોપી મૂકી. દોષ કોનો કાઢવો. ડગલે ને પગલે શુદ્ધિપ્રયોગ કરવા પડશે. પણ પ્રથમ પોતે વેઠવું પડશે, શુદ્ધ થવું સાધુતાની પગદંડી
૧૭૨