________________
આપે છે. રવિશંકર મહારાજ કેટલું ભણ્યા છે. દષ્ટિ બોલવું હોય તે દષ્ટિ બોલશે. છતાં શબ્દ શબ્દ નઈતાલીમ ઝરે છે. શિક્ષક એ બ્રાહ્મણ છે. બ્રાહ્મણનું ભામટો થયું. ગુણમાંથી નીચે ઉતરાય તો આમ બને. ફરીફરીને તમારું ધ્યાન ખેંચીશ કે હવેની નઈતાલીમ, નવો સમાજ કેવો રચવો છે, તેનું ચિત્ર સામે રાખીને હશે. એમાં શિક્ષાને સ્થાન નહિ હોય. અહિંસક શિક્ષાને સ્થાન હશે. વિદ્યાર્થી ભૂલ કરે તો શિક્ષકની આંખો જોઈને તે ચેતી જાય. બાપુજી એક દિવસ ઉપવાસ કરે તો, આખો દેશ હાલી જાય. લોકો કહે છે, ભય વગર પ્રીત નહિ. હું કહું છું પ્રીત વગર ભય નહિ. પ્રેમબળ સત્યાગ્રહ હશે. સાચા શિક્ષકને વેતનની ચિંતા નહિ કરવી પડે. એનાં બાળકો ભૂખ્યાં હશે તો લોકો નહિ ખાઈ શકે. આપણે એટલી ત્યાગની શક્તિ કેળવવી જોઈએ. પ્રેસ કોન્ફરન્સ ૩ થી ૪ - પત્રકારો સાથેનું મિલન
સાંજના ૩ થી ૪ અખબારી પરિષદ કોંગ્રેસ હાઉસમાં યોજાઈ હતી. સોમનાથ દવે, વસાવડા, ત્રિકમભાઈ પટેલ, ભવાનીશંકર મહેતા, કપિલરાય મહેતા વ. પણ હાજર હતા. વસાવડા થોડા વખત પછી ગયા હતાં. પ્રથમ મહારાજશ્રીએ ગણોતધારા વિશે, દીક્ષા પ્રતિબંધક બિલ, પત્રકારોની ફરજ વિશે, અને પ્રા.સંઘ વિશે પ્રથમ ખુલાસો કર્યો હતો. ત્યારબાદ પત્રકારોના પ્રશ્નોનો જવાબ આપ્યો હતો.
સાંજના મગનભાઈ પટેલ, માણેકભાઈ શાહ, ડો. છોટુભાઈ પટેલ મળવા આવ્યા હતા, પાછળથી કુરેશીભાઈ પણ મળવા આવ્યા હતા. ડૉ. છોટુભાઈએ દૂધ યોજના, અને નેત્રયજ્ઞ વિશે વાતો કરી. માણેકલાલભાઈએ પાઈપ યોજના વિશે વાત કરી. રાત્રે ૭ થી ૭-૩૦ મજૂર મહાજન ઑફિસની કાર્યવાહી જોઈ હતી. ફરિયાદોના નિકાલ કેવી રીતે થાય છે, તે જોયું. બેંકખાતુ, લવાજમ ખાતું, અંબર ચરખા ખાતું વ. જોયું. શ્રી. શેખે સાથે રહી બધું બતાવ્યું. કારકૂનો બધા રોકાયા હતા. સૌએ અદબભેર ઊભા થઈ મહારાજશ્રીને માન આપ્યું. રાત્રે પ્રાર્થના પછી પ્રાર્થનાનું રહસ્ય, અને નીતિમય જીવન વિશે પ્રવચન થયું. સોમનાથભાઈના આભાર દર્શન બાદ સૌ વિખરાયાં.
૧૬૮
સાધુતાની પગદંડી