________________
તા. ૧૪-૧-૧૯૫૬ :
સવારના મગનભાઈ ર. પટેલ ગણોતધારા અંગે વાતો કરવા આવી ગયા. ત્યારબાદ પંડિત સુખલાલજીની તેમના નિવાસસ્થાને મુલાકાત લીધી. ત્યારબાદ પ્રભુદાસ પટવારીએ દીસા પ્રતિબંધક બિલ વિશે ચર્ચા કરી. મહારાજશ્રીનું મંતવ્ય કાયદા કરતાં પ્રજા જાગૃતિ તરફ વધારે છે તે તેમણે જણાવ્યું. શ્રેયસનાં મુખ્યા નીલાબહેન મળ્યાં તેમણે ત્યાંની કેળવણી અંગે કેટલીક વાતો કરી. તા. ૧૫-૧-૧૯૫૬ : ભારત સેવક સમાજ ઓફિસ (પાનબ્રેરનાકા)માં શુદ્ધિપ્રયોગ અંગે વાર્તાલાપ
પ્રથમ શ્રી રાવજીભાઈએ પ્રાસંગિક કહ્યું. મહારાજશ્રીનો પરિચય આપ્યો. ગાંધીજીની ફિલસૂફી સમજાવી અને ભારત સમાજ સેવકને આશીર્વાદ આપે તેવી વિનંતી કરી. હાર પહેરાવી સ્વાગત કર્યું.
મહારાજશ્રી : શુદ્ધિપ્રયોગ શું છે ? તેનો હેતુ તેની વિધિ વગેરે જાણવા ભેગાં થયાં ચુનંદા ભાઈ-બહેનો તમો બધાં જાણો છો કે ભાલનળકાંઠામાં જે કામ ચાલે છે તે કામ કરતાં કરતાં શુદ્ધિ પ્રયોગ જડ્યો. વ્યક્તિ અને સમષ્ટિ એ બંને વચ્ચેની સમતુલા સચવાતી નથી ત્યાં સુધી દૂર જઈને પણ વ્યક્તિ થાકી જાય છે અને કેટલીક વાર પાછી પડે છે. એક વાત નિશ્ચિત છે કે વ્યક્તિ અને સમાજના અનુબંધનો વિચાર નહિ કરીએ તો શુદ્ધિ પ્રયોગની વાત સમજાવાની નથી. એક વાત ગૃહિત લઈને ચાલીએ છીએ કે વ્યક્તિનું જીવન વિકાસશીલ છે. તેનો આત્મા અને સમષ્ટિનો આત્મા સાથે ઘનિષ્ટ સંબંધ છે. તેને નિવારી શકાય નહિ. ઘણીવાર ભાઈ-બહેનો સવાલ કરતાં હોય છે. ગાડીની ખેંચનારી બાઈ અને મોટરમાં બેસનારો ભાઈ ! બાઈને લાગે છે કે અમારા નસીબ હશે એમ માને છે. કર્મનું ફળ ભોગવી રહી છું એમ લાગે છે. પેલો ભાઈ પણ એમ માને છે કે મારાં સારાં કર્મને લીધે હું આ સ્થિતિએ પહોંચ્યો છું. અહીં એક મોટી ક્ષતિ રહી જાય છે. કર્મ એ એક વસ્તુ છે કે માત્ર વ્યક્તિને જ ભોગવવા પડતાં નથી, પણ સમાજને પણ ભોગવવા પડે છે, એક શાંત બાળક છે તેની આજુબાજુ તોફાની વાતાવરણ હોય છે અને તોફાનથી વસ્તુ મળે છે ત્યારે તેને તોફાન કરવાનું મન થાય છે. વાતાવરણ તોફાની બને છે. પ્રજાની સંસ્કૃતિના પણ આવા સાધુતાની પગદંડી
૧૬૯