________________
તો કહે બે એકડે બે, અગિયાર ત્યારે બને કે બે જણ સાથે રહે, શેઠ નોકર થાય તો બે એકડે એક. આજે તો સાથી એટલે નોકર બની ગયું છે. શેઠ એટલે હુકમ કરનાર. બહેનોને મોટો ભાઈ હુકમ કરે છે, માતા બે દીકરામાં ભેદ પાડે છે, દીકરાને વધારે ભાગ આપે તો સમાજ શિક્ષકો આ જ તાલીમ આપશે કે કંઈક નવું જ આપશે. પાછળ પડેલાં મૂલ્યને આગળ ધપાવવાં પડશે. આગળ ધપેલાંને સાંત્વન આપવું પડશે. ખંડનાત્મક વસ્તુ ન લો. વિધેયાત્મક વસ્તુ લો. બહેનો-ભાઈઓનાં સંબંધો, શેઠ-નોકર જેવા રહે ત્યાં સુધી નવો સમાજ થાય નહિ. નઈતાલીમ આ શીખવે છે. જાપાનમાં ટેલિવિઝનથી તાલીમ આપે છે. ભારતવર્ષ માને છે કે માનવ જીવનમાં એનો પ્રકાશ પડ્યો છે કે એ જ્યાં જાય છે ત્યાં એનો પ્રકાશ પડે છે. સાચું શિક્ષણ પડછાયામાંથી નહિ મળે. અંદરના તત્ત્વથી મળે છે. ચોપડામાંથી શિક્ષણ નથી મળતું. સાચો શિક્ષક પુસ્તકને સાધન બનાવશે. સાધ્ય અંતરમાંથી આપશે. આપણે સાધનને સાધ્ય બનાવ્યું છે. કેટલાક કહે છે, નઈતાલીમ એટલે રેંટિયો, બહુ બહુ તો ઉદ્યોગ સાથેનું શિક્ષણ. તે નઈતાલીમ. એની જરૂર છે પણ પ્રાણ તો નવો સમાજ કેવા પ્રકારનો થશે તે વસ્તુને ઊભી નહિ કરે. ત્યાં સુધી નઈતાલીમનું હાર્દ આવશે નહિ. ખેતી, રેંટિયો બધુ હશે છતાં માધ્યમ માનવતાનું હશે, માનવતા હશે તો ઉચ્ચ જીવન કોન કહેવું તેનો ખ્યાલ આવશે. આવા સમાજનો ઘડવૈયો, શિક્ષક શી રીતે બને, તે અગત્યનો પ્રશ્ન છે. ઘણીવાર શિક્ષકો ફરિયાદ કરે છે. અમારું વેતન તમારા કરતાં ઓછું ? હું તેમને દિલાસો આપું છું કે તમારી વાત ન્યાયી છે. પણ માનો કે તમારું વેતન ગવર્નર જેટલું કરવામાં આવે, તો સંતોષ માનો ને ? મને લાગે છે કે સંતોષ નહિ થાય. જરૂરિયાતોનો વધારો કરવાથી કદી તૃપ્તિ થાય નહિ. જરૂરિયાતના વધારામાં સાચું શિક્ષણ ઊડી જાય. માતૃ-પિતૃ અને અતિથિ ત્રણે તત્ત્વો ગુરુમાં સમાઈ જાય. જો એમ ના કરી શકીએ તો પંતુજી કોઈ કહે તો દુઃખ નહિ માનવું. અને પંડિતજી બનવું હોય તો તેને લાયક બનવું જોઈએ. અમને લોકો આંગળી ચીંધીને કહે છે. પેલા પૂજડા જાય. પૂજ્યમાંથી અપભ્રંશ પૂજડો થયું. વધારે લીધું, ઓછું દીધું એટલે આમ બન્યું. જો ગાળ લાગતી હોય તો પૂજ્યને લાયક થવું જોઈએ. આ વાત તમને લાગશે કઠણ, પણ જે લોકો રસ ચાખે છે તેમને એ આનંદ સાધુતાની પગદંડી
૧૬૭