________________
સામાન્ય માણસ આપી શકે છે. પણ કંઈક જુદી જાતનું શિક્ષણ આપે, પોતે ઊંચો જાય અને બીજાને ઉપયોગી થાય એવું શિક્ષણ જરૂરી છે. બહારની રીતે માણસ સભ્ય બન્યો છે પણ અંતઃકરણ તપાસવામાં આવે અને ખરેખર એના ફોટા પડતા હોય તો ખરેખરા માનવી કેટલા અંશ છે તેનો ખ્યાલ આવી જાય. આજનો માનવ કેટલીકવાર કૂતરાની સાથે હોડ બકી રહ્યો હોય તેમ લાગે છે. એક કૂતરું બીજી શેરીના કૂતરાને સહી શકતું નથી. તુરત ઘૂરકે છે અને કહે છે તું વળી ક્યાં આવ્યું ? ઊંડા ઊતરો. રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચે જુઓ, શેરીના શ્વાનોને જુઓ કે ઘરમાં જુઓ ! એવી મોનોપોલી રાખી બેઠા છે કે એના પરિણામે જ્યારે દુનિયા એમ ઇચ્છે છે કે માનવસમાજ પાસેથી કંઈક મેળવીએ. પણ જયાં માનવ માનવનું ભક્ષણ કરતો હોય ત્યાં શું લેવાનું હોય ?
એવી જ બીજી વાત મનુષ્ય એ ખરેખર જેમ પોતાના શરીરને શણગારે છે, સુશોભિત કરે છે તે બાબતમાં પ્રગતિ ઘણી કરી છે. પરંતુ એનું મનોમંદિર કેટલું અસ્વચ્છ છે એના સુશોભન માટે કંઈ પ્રયત્ન કરે છે કે નહિ એ પણ સમાજ શિક્ષકો સામે સવાલ છે. આપણાં વસ્ત્રો તપાસો, આભૂષણો તપાસો, ઘરની સજાવટ તપાસો એમાં શું દેખાય છે ? રામાયણનો હનુમાન પ્રસંગ આપ જાણો છો. મોતીની માળામાં રામ દેખાતા નથી તો ફોડી નાખે છે. એ રાજા કયા ? નીતિના રામ જુએ છે. કારણ કે એ નર કરતાં વિશેષ હતા. આ દાખલો એ બતાવે છે કે આપણી સામગ્રી હૃદયને શણગાર આપે છે ખરી ? જેટલું વિચારીએ તેટલું ઓછું છે. યંત્રોએ આપણો વિકાસ કર્યો છે ખરો ? એક દેશે બીજા દેશનો વિચાર ના કર્યો. એવાં પ્રલોભનો ઊભાં કર્યા કે આંખને આંજી દે. પરિણામે લડાઈઓ ચાલી એમાંથી માખણ નીકળ્યું. એ માખણ તે એટમ. માણસ બહારના શિક્ષણનો વિકાસ કરી રહ્યો છે. પરીક્ષામાં પાસ થવાનું છે. પરીક્ષાના સમયમાં ધમાલ હોય છે. ઊજાગરા કરીને પાસ થવું પછી પ્રત્યાઘાત પડે છે. દરેક વિષયમાં માણસ અણીને વખતે તૈયાર થાય છે. ધમાલિયું જીવન બની ગયું છે. સમાજ શિક્ષણ સામે ભગીરથ કામ પડ્યું છે. માણસ જે ઘરેડમાં ચાલે છે, તે ઘરેડમાં આપણે ચાલવું છે કે કાંઈ નવો ચીલો પાડવો છે ? સમાજ કહેશે બે એકડે અગિયાર, તો આપણે કહીશું, બે એકડે અગિયાર. બે એકડે બે,
સાધુતાની પગદંડી
૧૬૬