________________
સર્વક્ષેત્રમાં રહીએ તો પણ આત્મભાન નવ વિસ્મરીએ.' ગમે તે સ્થિતિમાં હોઈએ તો પણ ભાન ભૂલીએ નહિ. મજૂર મહાજનમાં પણ આ ચીલો ચાલે છે. જગતમાં મારું કોઈ નથી. મહેનતનું જ ખાઉં, ફોગટ ખાઉં તો ચોર કહેવાઉં. આ વાત જ આપણે વિચારીએ. - સાંજના નવરંગપુરાથી નીકળી મજૂર મહાજન સેવા સંઘમાં મહારાજશ્રી પધાર્યા ત્યારે સંખ્યાબંધ મજૂર કાર્યકરોએ દૂર સુધી સામે આવી સ્વાગત કર્યું હતું. શ્રી.વસાવડા, શ્રી સોમનાથ દવે, શેખ સાહેબ, શંકરલાલ બેંકર અને અનસૂયાબહેન હાજર હતાં. તા. ૧૩-૧-૧૯૫૬ : મજૂર મહાજન સંઘ ઓફિસ
સવારે ૮-૩૦ થી ૧૦-૦૦ ગૂજરાત વિદ્યાપીઠથી નીકળી મજૂર મહાજન સંઘમાં આવ્યા. પ્રાર્થના બાદ શ્રી વસાવડાએ પ્રાસંગિક કહેતાં જણાવ્યું કે, સંતબાલજી મનુષ્ય જીવનના વિકાસ કરવાનો પ્રયોગ કરી રહ્યા છે. બાપુજીએ એ પ્રયોગ આફ્રિકાથી શરૂ કરી ભારત પહોંચાડ્યો. તે પ્રયોગમાં માનવજાતનો વિકાસ કેમ થાય એ માટેનો પ્રયત્ન સંતબાલજી કરી રહ્યા છે. તેઓ લોભ, મોહ માયાથી પર છે. ઈશ્વરને પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે છે. એમનો પ્રયોગ ગામડાંઓમાં થાય છે. જ્યાં આ દેશની ૮૫ ટકા વસ્તી છે ત્યાં પ્રયોગ ચાલે છે. એમના પ્રયોગ વિશે તેમણે કાર્યવાહક મંડળને ઘણીવાર વાતો કરી છે. ગામડાંમાં વસતી પ્રજા જેમનો ધંધો મુખ્ય ખેતી છે, એ ધંધો કરનાર ખેડૂત કે ખેતમજૂરની ઉન્નતિ કેમ થાય તે માટે પ્રયત્ન કરે છે. એ જે કંઈ ઉત્પાદન કરશે તે સારાયે દેશ માટે ઉપયોગી થશે. એમનું સંગઠન થાય અને એ જે કંઈ મહેનત કરે તેમાં તેને પૂરું વળતર મળે અને બીજાને ઉપયોગી થાય. જમીન નથી તેવા પછાતવર્ગ ખેતીમાં મજૂરી કરે છે. મજૂરો ના હોય તેમને ગ્રામઉદ્યોગ ગૃહ ઉદ્યોગનાં સાધનો પૂરાં પાડવા. ત્રીજો મહત્ત્વનો ધંધો તે ગાયધન. એને પાળનારા ગોપાલકોનું સામાજિક આર્થિક જીવન કેમ ઊંચે જાય, તેનો પ્રયત્ન થાય છે, સંતબાલજીનો જે પ્રયોગ ચાલી રહ્યો છે એમાં આપણા અંગોને સંબંધ કરીને કરવામાં આવે છે.
આપણે મહાજન સ્થાપીને કામ કરી રહ્યાં છીએ. બાપુને રસ્તે ચાલવા પ્રયત્ન કરીએ છીએ. પૂ. સંતબાલજી જે કંઈ કરે છે તેની આંકણી થઈ શકે ૧૬૦
સાધુતાની પગદંડી