________________
સતત વિચારોની આપલે થાય, પણ સ્થાન જવાની તૈયારી હોય ત્યાં પ્રાસકો પડે છે. ત્યાં ગુજરાત શી રીતે આગળ વધશે ? આવા રોગો કોઈ જિલ્લામાં ઓછામાં ઓછા હશે, કોઈ જિલ્લામાં વધારે. બીજા પ્રદેશમાં ગમે તે હોય, ગુજરાતમાં એ સ્થિતિ આપણે નહિ ઇચ્છીએ. હું પ્રશ્નોત્તરી કરવા ઇચ્છતા હતો, પણ બોલવાનું કહ્યું. કોંગ્રેસ એ એક દેશની જ એક સંસ્થા નથી, પક્ષ નથી પણ વિશિષ્ટ છે. આદિકાળ આવ્યા પછી ગાંધીજી કોંગ્રેસને કેમ વળગી પડ્યા ? તેઓ બધે ફર્યા, ગુરુ શોધવા, ગુરુ ક્યાંય ન મળ્યા, પોતામાં મળ્યા, કોંગ્રેસમાં મળ્યા. દેશની અંદર હું નજર કરું છું તો આ સંસ્થા જેવી કોઈ સંસ્થા નજરે પડતી નથી. એટલે જ એમાં પેસતી ખરાબીઓ માટે દુઃખ છે એને દૂર કરવા માટે જ્યાંથી પ્રેવશદ્વાર હોય ત્યાંથી સુધાર કરવો જોઈએ.
મજુર મહાજન ઓફિસમાં રાત્રી પ્રાર્થના પછીનું પ્રવચન પ્રાર્થના શબ્દ જ એવો છે કે માણસના મનમાં પછી એ ગમે તે જાતનો માણસ હોય, તેને પ્રાર્થના ગમી જાય છે. યાચના કરવાનો ભાવ આવી જાય છે. મનુષ્ય જે મર્યાદિત સ્થિતિમાં છે તે જોતાં માણસોને આ સંસ્કાર જેમ સ્વાભાવિક છે તેમ યાચના કરવાનો પણ સ્વાભાવિક ભાવ હોય છે. યાચના કોની પાસે અને કેવી કરવી તે સવાલ છે. શરણાગત ભાવે જાય છે અને ભૌતિક વસ્તુ માગે છે તેથી સંતોષ થતો નથી. અસંતોષ વધતો જાય છે. પણ ચેતના જેવી અઘાત શક્તિ પાસે યાચના કરે છે ત્યારે તેને કોઈ અમૂલ્ય વસ્તુ મળી જાય છે. ધ્રુવજી લેવા ગયા ભૌતિક વસ્તુ, જિજ્ઞાસુભાવ હતો, એકાગ્રતા હતી, ભાવ હતો. જ્યારે સમય આવ્યો ત્યારે તેણે વિચાર કર્યો કે હું જેનો વિચાર કરું છું તે તો નાશવંત છે. પણ જે રાજરાજેશ્વર છે તેમનાં ચરણ પકડી લઉં તો, કદી નાશ પામે જ નહિ. એટલે ચરણ માંગ્યાં. આ પ્રાર્થનાનું રહસ્ય છે ભૌતિક વસ્તુ માટે, પ્રાર્થના છે જ નહિ. બાપુજીએ સામૂદાયિક પ્રાર્થનાનો ચીલો પાડ્યો. સમાજનું ભેગું બળ થાય ત્યારે દિવ્ય વાતાવરણ સર્જાય છે. આપણને પ્રેરણા મળે છે. એ બળ આપણામાં જ છે એને પ્રગટ કરવા માટેની આ યાચના છે. મા પોતાના બચ્ચાં સાથે પ્યાર કરે છે ત્યારે અરસપરસ બંને પ્રેમનો અનુભવ કરે છે. આમ પ્રાર્થના કરનાર અને પ્રભુ બંનેની એકાગ્રતા થાય તો તે આનંદ અવર્ણનીય બને. સાધુતાની પગદંડી
૧૫૯