________________
નહિ. કયા માર્ગે કામ કરો છો ? એમાં નીતિમત્તા કેટલી છે ? તે ઉપર કામનો આધાર છે. લાખો રૂપિયા કાળાબજારથી મેળવ્યા તેની કંઈ કોઈ કિંમત નથી. પણ મહેનત કરીને યજ્ઞથી મેળવેલી થોડી રોજીની કિંમત છે. સંતબાલજી આ કામ કરી રહ્યા છે. મજૂર મહાજન જે પ્રયોગ કરે છે તેમાં સંતોષ થાય છે. અમો હજુ બાળક છીએ, ભૂલો પણ કરતાં હોઈશું છતાં અમો ઈશ્વર પાસે માગીએ છીએ કે, અમને સાચો માર્ગ બતાવો. ભૂલમાંથી પાછા વળીએ. અમે જાણીએ છીએ કે દેશની મોટી વસતી ગામડાંમાં છે. બેકાર છે, અર્ધ બેકાર છે. તેમને ખાવાનું મળશે તો જ અમને ખાવાનું મળવાનું છે. એટલે અમે ગામડાંના પ્રશ્નોને ચિંતાની નજરે જોઈએ છીએ અને બને તેટલા ઉપયોગી થવા પ્રયત્ન કરીએ છીએ. ગામડાં અને શહેર વચ્ચે સમન્વય થાય તે માટે અમે પ્રયત્ન કરીએ છીએ અને તે માટે અમોને પૂ. શંકરલાલજી અને બીજાઓ તરફથી માર્ગદર્શન મળે છે. આ દેશની અંદર શહેર થઈ ગયાં છે, વિજ્ઞાનો આવ્યાં છે, કારખાનાં પણ થયાં છે. એ બધાનો નાશ થઈ શકતો નથી. પણ એનો ઉપયોગ જનતાને હિતકારી કેમ થાય, તેનો પ્રયત્ન કરવાનો છે. હું બહુ સમય લેવા ઇચ્છતો નથી. પૂ. સંતબાલજી આવ્યા છે, કાર્યવાહક મંડળના સભ્યોની ઇચ્છા હતી તેમને મળવાની, હવે આપણને પૂ. સંતબાલજી માર્ગદર્શન આપે.
પૂ. મહારાજશ્રી: આજે તમારી સમક્ષ મળવાનો મોકો મળ્યો છે તેને તમો ધન્યભાગ્ય તમારાં માનો, પણ મને સંતોષ થયો છે અને મારું પણ ધન્ય ભાગ્ય છે. તમે એ પણ જાણો છો કે કોંગ્રેસ અને મજૂર મહાજન દ્વારા આગેવાની નીચે ઊભી થયેલી ઇન્ટક તરફ મને માન છે. એમને જ્યારે જ્યારે મળું છું ત્યારે મને આનંદ થાય છે. દેશની અંદર જે તાકાત પેદા થઈ છે તેમાં રચનાત્મક કાર્યક્રમોનો ફાળો છે તેમાં શંકા નથી. પણ વ્યક્તિ કરતાં સંસ્થાની તુલના કરવાની આવે ત્યારે સંસ્થાને મુખ્ય ગણવામાં હું માનું છું.
તમે નાનાં મોટાં જે કામ કરી રહ્યાં છો તે દેશનું સદ્ભાગ્ય છે. શંકરલાલભાઈ અને અનસૂયાબહેન અદબ રાખે છે છતાં નાનામાં નાની વાતોમાં ધ્યાન રાખી રહ્યાં છે તે ઉત્તમ નમૂનો છે. સંસ્થાના બંધનમાં ન બંધાય છતાં સંસ્થાની પ્રતિષ્ઠા, અપ્રતિષ્ઠામાં ભાગીદાર બનવું તે ઘણું ઊંચું કામ છે. સાધુતાની પગદંડી
૧૬૧