________________
રાષ્ટ્રના જે ભાગો સંકુચિત ભાવ રાખે છે તેમના તરફની ફરજ છે કે નહિ? તે આપણે વિચારવું જોઈએ. હું તમારી જેમ રાજકારણને જોતો નથી. બાપુજીએ અમદાવાદને પસંદ કર્યું તેમાં કુદરતનો સંકેત હશે. એ ગુજરાત એક રીતે કસોટીએ ચડ્યું છે. વિકેંદ્રિત રચનાને આપણે માનનારા છીએ, પણ વચગાળાનું શું ? તબક્કા આવે છે જે વિભાગો સંકુચિત રીતે વિચારતા હોય તેને આદર્શ કોણ આપશે ? એનો અર્થ એ નથી કે અનર્થ સામે નમતું મૂકવું. પણ કઈ એવી કડી ખૂટે છે કે રાષ્ટ્ર કસોટીએ ચડ્યું હોય ત્યારે મુંબઈ રાજ્યમાંથી અલગ પડવાની પેરવી કરે છે. હું નાનપણના દિવસો યાદ કરું છું. શું બધા લોકો મુંબઈ લૂંટવા ગયા હતા ? બધા આજીવિકા માટે ગયા હતા તે વાત સાચી. પણ પોતાનો પરસેવો રેડ્યો છે. કચ્છ અને સૌરાષ્ટ્ર સાહસી આપ્યા છે. બીજા પ્રદેશોએ પણ આપ્યું છે. છતાં આટલી ખેંચતાણ કેમ ? વિચારભેદ હોય પણ પરસ્પર દુશમનો હોય તે રીતે ખેંચાખેંચ કેમ થાય છે? આ મારું દુઃખ હું રજૂ કરું છું.
ગુજરાત પાસેથી આખો દેશ આશા રાખે છે. જે પ્રદેશની અંદર ઉચ્ચ પુરુષો પાક્યા હોય તેને યાદ કેમ ન કરે ? બાપુજી આ જ ભૂમિના પુત્ર છે. આપણે ગૌરવ લઈએ છીએ એની કંઈ વિશેષ ફરજ છે કે નહિ ?
ખરે વખતે ગુજરાત ત્યાગ અને તપમાં આગળ રહેતું આવ્યું છે અને આવશે. પણ પયગામ કોણ આપશે ? સ્વરાજ્ય આવ્યા પછી આપણી પ્રગતિ રૂંધાતી જાય છે. રાજકોટમાં યુવક-કોંગ્રેસના સંમેલનમાં રસિકભાઈએ કહ્યું હતું : જે પેઢી જાય છે તેની પાછળ બીજી યુવાપેઢી તૈયાર થાય છે કે નહિ ? જે કોંગ્રેસ બલિદાન માટે હતી, તપ ત્યાગ માટે હતી, તે સ્વરાજ્ય આવ્યા પછી ઝાંખી કેમ પડી છે ? એનું સંશોધન કોણ કરશે ? એ રોગ લાગુ પડ્યો છે. સત્તા અને ધન એમાંથી કોણ મુક્ત કરશે ? જ્યારે ભગવાન રામ, કૃષ્ણ, બુદ્ધ, મહાવીર આવ્યા હશે તે વખતે શરૂઆતમાં તો લોકોએ પથરા જ માર્યા હશે. “જોઈએ તો મંથરા હોય, જોઈએ તો અનાર્ય પ્રજા હોય' પરંતુ આટલો ભગીરથ ત્યાગ કરનારને પણ લોકો ફિટકારે છે છતાં એ સ્થિતિમાં પણ એ લોકોએ વૈદ હોવાનો દાવો કર્યો નથી. પોતાની દવા જ કરી છે. છતાં પ્રજાએ એ જોઈને સાર લીધો હશે... કોંગ્રેસની સામે આ પ્રશ્ન છે કે ખરેખર અંદરોઅંદરના ઝુપિંગ કરીશું, સત્તાની સાઠમારી માટે ૧૫૮
સાધુતાની પગદંડી