________________
બનીને આગળ ચાલે. એકબાજુ યંત્રો છે, બીજી બાજુ શ્રમ છે, ગ્રામઉદ્યોગ છે. બેકારીનો ઉકેલ ગામડાં છે. ગામડાં ખેતી ઉપર નિર્ભર છે. મહેનત કરનારને ખેડવા જમીન ન મળે એ મહત્ત્વનો સવાલ છે.
આપણે ત્યાં સરમુખત્યારી પ્રથમથી ચાલતી નથી. રામકાળમાં મંથરાએ કૈકેયીના કાન ભંભેર્યા. ધોબીએ ટીકા કરી તો તેનો વિરોધ નહિ કર્યો. પણ તેમને સુધરવું પડે તેથી પરિસ્થિતિ ઊભી કરી. આપણે લોકશાહીથી કામ લેવાનું છે. એ લોકશાહી શું ? લોકોને લક્ષમાં રાખીને રાજ્ય ચાલે. આજે તો ચૂંટણી થાય છે. પાંચ વરસ સુધી ચાલે છે, એ નહિ ચાલે. લોકોનો અવાજ સાંભળવો જોઈએ. કેંદ્રિત સત્તામાં લોકોનો અવાજ નહિ સંભળાય. વિકેંદ્રિત સત્તામાં એ સહેલું બનશે. આજે ભજકલદારમનો રોગ અને સત્તાનો રોગ લાગુ પડ્યો છે. પંચાયતની રચનામાં પણ આ બે વાતો સામે હોય છે. જનતાના મૂળમાંથી રચના થતી નથી. લોકોને ભીતરમાં ન્યાયની ભાવના પડી છે તેને જગાડીએ અને જનતા દ્વારા સહકારી મંડળી ચલાવીએ. આ કામ અમો મંડળો દ્વારા ચલાવીએ છીએ. અમને ખાતરી છે કે લોકોને વિશ્વાસથી કોઈપણ કામ સોંપવામાં આવે તો સુંદર રીતે કરી શકશે. યંત્રો કેટલાં રાખવાં, કેટલાં નહિ તેનો ઝઘડો નથી કરવો. પણ સહકારી ધોરણે ગામડાંની રચના થશે એટલે બધો ખ્યાલ આવી જશે.
ગાયોનો પ્રશ્ન પણ વિચારવા જેવો છે. માણસ નિર્માસાહારી બનીને પણ સાત્વિક જીવન જીવી શકે. એ વસ્તુ છે દૂધ. ગાયનું દૂધ સાત્ત્વિક છે. ગામમંડળોની રચના દ્વારા આ બધું નિયોજન કરી શકાય છે. ગણોતધારામાં અમે કહીએ છીએ ટ્રીબ્યુનલમાં પ્રજાના અવાજને મુખ્ય ગણો. પટની રકમ ઓછી કરો. જમીનની વહેંચણી જલદી થવી જોઈએ. જો ખેડૂતો પોતે માગણી કરે તો લોકયાચિત કાનૂન કરવો જોઈએ.
શુદ્ધિપ્રયોગ એટલે પોતે શુદ્ધ થવું અને બીજાને શુદ્ધ કરવા પોતે તપશ્ચર્યા કરી, સહન કરીને સામાના હૃદયને ઢંઢોળવું. અન્યાયનો સામનો કરવો. બહેનો શુદ્ધિ પ્રયોગમાં ઘણો ફાળો આપી શકે. તેમનામાં સહનશક્તિની મોટી મૂડી છે લાગણી છે. તેઓ ઘરેણાં-ગાંઠાનો મોહ છોડે, સાદાઈને અપનાવે. પંડિતજી સહઅસ્તિત્વની વાતો દુનિયામાં કરે છે. તો એ કેવી રીતે બનશે. એક બાજુ બંગલાઓમાં જગ્યા વધુ પડે છે જયારે બીજી બાજુ ૧પ૬
સાધુતાની પગદંડી