________________
મહાવીર સાહિત્યની મિટિંગ વખતે અહીં આવવાનું થયું હતું. આજે બધાં જ એમ માને છે કે પૈસા વગર ચાલતું નથી. એટલે ગમે તે રીતે ધન કેમ મેળવવું તેનો પ્રયત્ન કરે છે. તેમ છતાં માણસને સંતોષ નથી. આનું કારણ એ છે કે, તેની ઝંખના કંઈક બીજી છે. નીતિના તત્ત્વોને ઈજા પહોંચવાથી ઘણું નુકસાન થાય છે એનો રંજ રહે છે. એટલે આપણે એવો વિચાર કરીએ કે અમે પૈસાની વળગણાથી કેમ છૂટીએ. સમાનતા લાવીએ. આ માત્ર માળા ફેરવવાથી ન બને. આખી રચના બદલવી પડે. આટલા બધા અનુભવ પરથી મને તો લાગ્યું છે કે, વ્યક્તિ ગમે તેટલી સાધના કરે, પણ તેની આજુબાજુ રહેલો સમૂહ ઊંચો ના આવે, ત્યાં સુધી વ્યક્તિની સાધના ટકતી નથી. આનો તાળો મેળવવો જોઈએ. એક સંતોષ છે કે હું બીજાની નિંદા ન કરું. બીજાના સુખમાં સુખી થાઉં, દુઃખમાં ભાગ પડાવું. આમ વિચાર કરતાં કરતાં એમ થશે કે, હું કયો ધંધો કરું કે જેથી, બીજાની રોજી તૂટે નહિ પણ બીજાને ઉપયોગી થાઉં. આવો વળાંક વળશે ત્યારે આપણને શાંતિ મળશે. સમાજને પણ શાંતિ મળશે. હું નાનાને માટે જીવું. મારી મોટાઈમાં નાનાને ભાગીદાર બનાવું. કોઈકમાં કંઈ ને કંઈ શક્તિ વધારે હશે. અમદાવાદમાં બુદ્ધિધન અને પરિશ્રમ છે. તેનો સાચો તાળો મેળવવો જોઈએ. ધર્મ માત્ર મંદિરમાં નથી પણ જીવનના આચારમાં છે. તા. ૧૨-૧-૧૯૬૫ : ગુજરાત વિધાપીઠ
શાંતિનગરથી નીકળી ગૂજરાત વિદ્યાપીઠ આવ્યા. પ્રથમ ગ્રંથાલયની મુલાકાત લીધી. મોટું મકાન છે. અંદર ઘણી ભાષાના ગ્રંથો પ્રદર્શન વગેરે છે. ગૂજરાત વિદ્યાપીઠની પ્રવૃત્તિઓ ખાસ બતાવાઈ છે.
પ્રથમ વિઠ્ઠલભાઈ કોઠારીએ પ્રાસંગિક કહેતાં જણાવ્યું કે, મહારાજશ્રી જ્યારે અમદાવાદ પધારે છે ત્યારે આપણને ભૂલતા નથી. અહીં પણ લાભ આપે છે, તેથી આનંદ થાય છે. વિનોબાજી પગપાળા પ્રવાસ કરે છે. તેમ મહારાજશ્રી પણ પગપાળા પ્રવાસ કરે છે. તેઓ પણ નવી સમાજરચના સ્થાપવામાંના એક છે.
મહારાજશ્રી : વિદ્યાપીઠમાં તો હું ઘણીવાર આવી ગયો છું. વિઠ્ઠલભાઈએ હમણા કહ્યું તેમ, હું પણ નવી સમાજરચનાનું અંગ બનવા ઇચ્છું છું. મારા
સાધુતાની પગદંડી
૧૫૪