________________
સત્યાગ્રહ કરવો પડશે. સમાજ ધન અને સત્તા તરફ જોતો રહેશે તો તેનું પતન થશે. એ ભલે ખાય ને પીએ, પણ નિશાન ચૂકીએ નહિ. બાપુના સ્મરણની સાથે આ આશ્રમને પણ લોકો યાદ કરે છે. તમે સદ્ભાગી છો કે ઘણા ઘણા સજ્જનો તમને જોવા મળે છે. રાત્રે પ્રાર્થના કરો છો, સરિતાનો કિનારો છે, સુંદર દશ્ય છે. તમે પણ બાપુના સંદેશવાહક છો. બાપુનો સંદેશો દુનિયામાં વ્યાપક બને, એમ ઇચ્છતા હોઈએ તો નાના મોટાં દરેકે એમાં રસ લેવો જોઈએ. આજે કાનૂન ભંગ કરવાની જરૂર નથી.ગામડાં જ બળ પૂરું પાડશે. જેમ રામને વાનરોએ મદદ કરી, તેમ ગામડાં રામરાજય લાવવામાં ફાળો આપશે. અરસપરસ દોરવાં પડશે.
અંબર ચરખો આવ્યો છે, તેની સામે ઝુંબેશ ઊપડી છે. દરેકને કામ કેમ મળે. રોટલો મળ્યા પછી સારા જીવનથી સારી ભાવનાથી કેમ ચાલે તે આપણા જીવનથી આચરીને બતાવીએ.
હૃદયકુંજમાં પ્રાર્થના પ્રવચન ગઈ કાલે સત્યાગ્રહ શબ્દ વિશે કહ્યું હતું. અને હવેના સત્યાગ્રહીએ કટોકટીની ઘડી આવી છે ત્યારે ટકવું પડશે. શહેરો અને ગામડાં વચ્ચે ઘર્ષણ આવી રહ્યું છે. છેલ્લે છેલ્લે શહેરો જે ફૂલ્યાફાલ્યાં છે, તે ગામડાં તોડીને થયાં છે. જ્યાં સુધી દરેક જણને નીતિપૂર્વક રોટલો નહિ મળે ત્યાં સુધી સમાજરચના અધૂરી રહેવાની. બાપુજીએ રેંટિયો, નીતિપૂર્વકની રોજી કેમ મળે, એવી સમાજ વ્યવસ્થા માટે આપ્યો. નીતિની સાથે જ ચેતનનો સંબંધ છે. ચેતન તો આખા વિશ્વમાં સમાયેલું છે એટલે સમાજમાં ઇષ્ટઅનિષ્ટની અસરો થાય છે. ચારે બાજુ લોકો સદાચારી હોય, નીતિથી જીવતા હોય, મઘમઘતું વાતાવરણ હોય તો અધ્યાત્મિક રસ્તે જનારા લોકોને વિકાસ માર્ગે જતાં બહુ ઓછો અવરોધ આવે છે.
જેમ જગતગુરુએ કહ્યું કે, એક દિવસ જે ધર્મ હોય છે તે દેશ અને કાળ બદલાઈ જાય તો તે જ ધર્મ અધર્મ બની જાય. એક વાતનો નિષેધ કર્યો હોય તે જ વસ્તુ આચરણની બની જાય, આ જ રીતે સત્યાગ્રહના સ્વરૂપમાં પણ જેમ જેમ સમય બદલાય તેમ તેમ સ્વરૂપ બદલાવું જોઈએ. હવેનો કાનૂનભંગ સમાજના રૂઢ નિયમો સામે હશે અને શાસ્ત્રના અનર્થકારી સૂત્રો સામે હશે. અદાલતનાં અસ્વચ્છ અંગો સામે હશે. આ બધું કરવા માટે ગામડાંને સાથે
સાધુતાની પગદંડી
૧૫૨