________________
સરકાર જાગી. બાજરાના ૬, જુવારના પાા ભાવ બાંધ્યો.ગઈકાલ કરતાં એથી ઓછો ભાવ થઈ ગયો. એટલે ખરીદ માટે લખ્યું, પણ એથી ગોઠવણી કરતાં કરતાં ઘણોય સમય નીકળી ગયો. અનાજના ભાવો વધે તો ઘણાય ફરિયાદ કરે છે. અનાજ સસ્તું તો બધું સસ્તું થશે. પણ ખેડૂત તૂટશે તો બધાય તૂટશે. તેનો કોઈ વિચાર કરતું નથી. ગણોતધારામાં આપણે શ્રમજીવીને પ્રથમ સ્થાન આપીએ છીએ.
સાંજના ૪ થી ૪-૩૦ આઝાદચોકમાં જાહેરસભા
આજે સૌનું ધ્યાન ધન તરફ ગયું છે. વિદ્યાર્થીઓ ભણે છે તે પણ એ માટે શિક્ષણ સંસ્કાર માટે ન રહેતાં ધન માટે થઈ ગયું. નોકરીની તો મર્યાદા છે. આથી બેકારી વધવાની એટલે ગાંધીજીએ કહ્યું પાયાની કેળવણી સિવાય આપણો ઉદ્ધાર નહિ થાય.
કલોલ આગળ વધ્યું ત્યારે કહેવું પડે કે એ નવી રીતે વિચારે. આવક કરતાં જાવક કેટલી થઈ. દુર્ગુણ કરતાં ગુણ કેટલા વધ્યા. એ રીતે જોતાં અંધાર દેખાય છે. બેટીંગ લેવાય છે, ટીંચર પીવાય છે, ચા-બીડી તો સામાન્ય થઈ પડી છે. મજૂરોનું સંગઠન નીતિના પાયા પર બાપુના આશીર્વાદથી રચાયું છે. એમને મેં કહ્યું હતું કે, તમારું મૂળ ગામડાંમાં છે. ગાંધીજીએ ઘણી વાતો કરી. તેમાં મુખ્ય વાત ગામડાંની હતી એ આપણે ભૂલવું ન જોઈએ.
તા.૮-૧-૧૯૫૬ ઃ રામનગર
ખોરજથી નીકળી રામનગર આવ્યા. અંતર સાડા પાંચ માઈલ હશે. ઉતારો ધારાસભ્ય હીરાણીનાં બંગલે રાખ્યો હતો. પાદરે ભાઈબહેનોએ સ્વાગત કર્યું હતું.
બપોરના ત્રણ વાગ્યે વિદ્યામંદિરની મુલાકાત લીધી. ત્યાં કરેલું પ્રવચન. તમો બધાં શિક્ષણનાં અર્થી છો. તમો જ્ઞાન લેવા અહીં આવો છો પણ માણસને ભૂખ લાગે તો, ગમે તે ખાવા મંડી પડે તો પચે નહિ. કાં તો અજીર્ણ થાય એટલે આપણે પણ શીખવાની ધૂનમાં ગમે તેવું ના શીખીએ. શું લખું અને શું ન લખું, તેનો વિવેક તમારે કરવો જોઈએ. વાલીઓને પણ મારે કહેવાનું કે મોટેરાં માને કે અમે મોટાં, ઘણી દિવાળીઓ જોઈ છે, અમે અનુભવી છીએ, માટે અમારું માનવું જોઈએ. પણ ખરી રીતે તો
સાધુતાની પગદંડી
૧૪૬