________________
છેલ્લો પ્રશ્ન બહેનોનો છે. કારખાનામાં કામ કરવા તેઓ આવે ત્યારે ભિંગની ભાવથી તેમને જોઈએ. તેને એમ લાગે કે અહીં મારું કુટુંબ છે. એવું વાતાવરણ તમે ઊભું કરજો. બહેનોમાં શક્તિ છે. ઘરમાં પતિને પુત્રોને દોરે છે. તેથી સમાજમાં પણ જ્યાં દોષ હોય ત્યાં રસ્તો બનાવે. તમે હિરજન હો, મુસલમાન હો, હિંદુ હો, એક થઈને કામ કરો. માનવતાને નાતે જીવો. વ્યસનો દૂર કરો. ગામડાં તરફ દૃષ્ટિ રાખો.
રાત્રે સાડા સાત વાગ્યે ચોકમાં જાહેરસભા થઈ. તેમાં મહારાજશ્રીએ કલોલને કિલ્લોલ કરતી નગરી વર્ણવી બતાવી. પણ આજે એવું નથી તો કારણ ટીંચર રખાય છે. ચા-બીડી, સિનેમા યંત્રો વધ્યાં છે. આજનો ગાંધીયુગ, રામકૃષ્ણ, મહાવીર, બુદ્ધ કાળ કરતાં વિકાસનો યુગ છે. માત્ર જાગીને કામે લાગવું જોઈએ. સભા પછી સરકાર તરફથી અસ્પૃશ્યતા નિવારણની ફિલ્મ બતાવાઈ હતી. રાત્રે કુરેશીભાઈ આવ્યા હતા. તેમની અને છોટુભાઈ સાથે પ્રાયોગિક સંઘ અંગે વાતો થઈ.
તા. ૭-૧-૧૯૫૬ :
આજે એક જૈન સાધુની મુલાકાતે ગયા. તેમણે ખૂબ પ્રેમ બતાવ્યો. આનંદ થયો.
બપોરના ૩ થી ૩-૩૦ તાલુકાના કાર્યકરોની મિટિંગ રાખી હતી. પ્રથમ સૌએ પોતપોતાની મુશ્કેલીઓ રજૂ કરી. ગણોતધારો, ખેડૂતોને મુશ્કેલીઓ, દારૂબંધી, શુદ્ધિ પ્રયોગ અંગે પ્રશ્નો આવ્યા. દારૂ અને ટીંચર માટે લાંચરુશ્વતની મોટી બદી છે તેની ઘણી ફરિયાદ આવી. ટીંચરીઆ લોકો અમલદારોને સરકાર કરતાં મોટો પગાર આપે છે.મેજિસ્ટ્રેટ સુધી લાંચ ચાલે છે, અટકતાં જ નથી.
મહારાજશ્રીએ જણાવ્યું : ભાવોની ફરિયાદ માટે ખેડૂતમંડળો રચવાં જોઈએ. સંગઠન થવું જોઈએ. એ સંગઠન માત્ર પૈસા વધારે માટે નહિ, પણ ખાનાર, ખેડનાર બંનેને પોષાય તેવા ભાવો મળવા જોઈએ. ખેડૂત મંડળો ને પ્રથમ કોંગ્રેસનો વિરોધ થયો. તેનું કારણ એ મંડળોનો પાયો જ ખોટો હતો. ખાતેદારોનું રક્ષણ કે રાજકીય લાભ હતો. ખેડૂતોનું પ્રતિનિધિત્વ, આયાત, નિકાસ નીતિમાં હોવું જોઈએ. ભાલનળકાંઠા ખેડૂત મંડળે ભાવોના રક્ષણ માટે માગણી પ્રથમ કરી. મજૂર મહાજને તેને ટેકો આપ્યો અને પછી સાધુતાની પગદંડી
૧૪૫