________________
નથી. સામાજિક દષ્ટિએ જે કામ કરવું જોઈએ તે કરી શક્યા નથી. રાજકીય રીતે જરૂર પડે ત્યારે અમે અમારો ફાળો આપ્યો છે. લડત વખતે ૧૦૮ દિવસની હડતાળ ભોગવી હતી. આઝાદી પછી જે કામ કરવું જોઈએ તે કરી શક્યા નથી. એટલે શું કરવું ? તેનું ઉદ્બોધન કરશો. અમારા ભાઈઓમાં વ્યસનો છે, જુગાર છે, ટીંચરની બદી છે વગેરે કહી સ્વાગત કર્યું હતું.
મહારાજશ્રીએ જણાવ્યું હતું કે, કે આપણે લાંબેગાળે મળીએ છીએ. કોણ જાણે સાથી પણ મને મજૂર મહાજન તરફ આકર્ષણ રહે છે. તેનું કારણ આ સંસ્થાનો પાયો બાપુએ રોપ્યો હતો. બેંકર અનસૂયાબહેન કામ કરતાં હતાં ત્યારે પણ બાપુએ આશા રાખી હતી કે આ દેશના મજૂરો માત્ર આર્થિકતા માટે સંગઠન ના કરે પૈસા તો જીવવા માટે, કામના બદલામાં જોઈશે. દુનિયામાં ઘણાં સંગઠનો છે પણ સ્વેચ્છાએ ત્યાગ, તત્ત્વની વાત ઓછી હોય છે. તમે આઝાદીમાં જે ફાળો આપ્યો છે તે સુવર્ણઅક્ષરે લખાયેલો છે. ઇન્ક જેવી સંસ્થા એ નીતિમત્તામાંથી જ ઊભી થઈ છે. ઇન્ટેક અને કોંગ્રેસ બે જ દેશની મોટી સંસ્થા છે.
કોંગ્રેસ આજે રાજકારણમાં પડી છે એટલે બહારનો ભાર ગામડાએ ઉપાડવો પડશે. મજૂર મહાજન એમાં મદદ કરે. એટલા માટે જ મેં કહ્યું કારખાનાં તૂટી જશે, તો તમે શું કરશો ? મજૂર મહાજને હંમેશાં સાળોની તરફેણ કર્યા કરી છે. અંબર ચરખા માટે પણ એણે અવાજ કાઢ્યો છે. તમારો બધાનો સાથ છે એટલે એ અવાજમાં બળ રહે છે. જ્યારે અંબર ચરખો પૂરજોશમાં ચાલશે ત્યારે તમારું સ્થાન અહીં નહિ હોય પણ ગામડામાં હશે. ખેતીના પૂરક ધંધા તરીકે એ ચરખો ચાલશે. આ દિવસની અપેક્ષા રાખતાં હોઈએ તો આજથી જ તેની તૈયારી કરવી જોઈએ. જેમ દારૂબંધી આવ્યા પહેલાં, તમે પાળ બાંધી તો કામ સહેલું બન્યું.
કચ્છમાં ટીંચર ખૂબ પીવાય છે. કોણ જાણે એમની સાથે શરાબ-ટીંચર જોડાઈ જાય છે. મગજ કંટાળે એટલે શાંતિ માટે એ જલદ પીણાં આવ્યાં હશે. પણ છેવટે તો અશાંતિ ઊભી કરે છે. આવો સંદેશો કોણ આપશે ? ગમે તેમ કરીએ તો પણ કેટલાક ઉદ્યોગો તો ચાલવાના જ છે. સિંહ અને બકરી સાથે ચાલે એમાં વાંધો નથી. પણ સિંહ-બકરીનો ભોગ લે તો, કેમ
સાધુતાની પગદંડી