________________
મનનો મેલ કાઢીએ અને પ્રભુને પ્રાર્થના કરીએ કે ખાલી હાથે આવ્યા હતા, તો જઈએ ત્યારે સૌને સુખી કરી, શાંતિથી જઈએ. તા. ૩૧-૧૨-૧૯૫૫ : જોરણંગ
ધોળાસણથી નીકળી જોરણંગ આવ્યા. અંતર ૧૦ માઈલ હશે. ઉતારો ઉપાશ્રયમાં રાખ્યો હતો. ગામ લોકોએ અને વિદ્યાર્થીઓએ વાજતે ગાજતે સ્વાગત કર્યું. રાત્રે જાહેરસભા સારી થઈ હતી.
સને ૧૯૫૬
તા. ૧-૧-૧૯૫૬ : ડાંગરવા
જોરણંગથી નીકળી ડાંગરવા આવ્યા. અંતર ત્રણ માઈલ હશે. ઉતારો નિશાળમાં રાખ્યો હતો. ગામલોકો અને વિદ્યાર્થીઓએ ઢોલ સાથે સ્વાગત કર્યું. બપોરના ગામ લોકો સાથે ચર્ચાસભા યોજાઈ હતી. બપોરના જાહેરસભા થઈ. તેમાં મહારાજશ્રીએ જણાવ્યું કે, હમણાં શિક્ષણનું પ્રમાણ વધ્યું છે. લોકોમાં જાગૃતિ આવી છે. સંસ્કારની સાથે શિક્ષણનો સંબંધ છે. એટલે ભણાવવાનું અને ભણવાનું મન થાય. પણ ભણ્યા પછી શું કરવું? ભણતરનો ખર્ચ કેવી રીતે કાઢવો. તે અને ભણતરમાં જે વ્યસનો લાગુ પડી ગયાં હોય તેને નભાવવા માટે પૈસા પેદા કરવા પડે છે. આદર્શોને નેવે મૂકવા પડે છે. આપણે ત્યાં સંસ્કારી લોકો ગરીબ જીવન ગુજારતા. શિક્ષણનો ધંધો કરનાર ત્યાગી હતાં. શિક્ષણમાં ત્યાગ, તપ આવતું.વાતાવરણ પણ બાળકોને એવું અપાતું કે જે સ્વાશ્રયી હોય, દ્વિજ સંસ્કાર કરે, પછી અભ્યાસ કરે. એની સાથે આ બધું સ્વાવલંબન અને સ્વાશ્રયી જીવન આવતું. બ્રિટિશરોએ જોયું કે આ લોકોને પરાશ્રયી બનાવવા હોય તો શિક્ષણનું મૂળ ફેરવી નાખવું અને તેમણે ફેરવ્યું. ભણેલાંની જમાત પોતાનું રક્ષણ કરવા તૈયાર કરી નાખી.
બુદ્ધિ, સત્તા અને મૂડી ત્રણેયના યોગથી આજનો સડો વધ્યો છે. શ્રમજીવનની કિંમત ઘટાડી. હવે જો શ્રમજીવનની પ્રતિષ્ઠા કરવી હોય તો મૂડી અને સત્તાને છોડી, બુદ્ધિને તેમની તરફેણમાં કામે લગાડવી, સોનામાંથી માટી જુદી પાડે એને હું ધર્મતત્ત્વ કહું છું. આજસુધી એવું જીવ્યાં કે જે વધારે ખર્ચ કરે તે વધારે શિક્ષિત કહેવાય. આજે એ સ્થિતિ બદલવી જોઈએ. ૧૩૮
સાધુતાની પગદંડી