________________
વાતવાતમાં મીરાંબહેને કહ્યું કે, બે વખત પોપટની જેમ પ્રાર્થના અને બે વખત ખાવા સિવાય કંઈ થતું નથી. એ વાત ઉપર પ્રાસંગિક કહેતાં મહારાજશ્રીએ જણાવ્યું કે શરીરને ખોરાકની જરૂર છે એમ ચેતનને પણ ખોરાકની જરૂર છે. હોજરી સારી હશે તેટલો ખોરાક પચશે અને શરીર રસ પૂરો પાડશે. આ બધામાં વિવેકની જરૂર છે. જેટલી આવે તેટલી બધી ચીજો લેવામાં જોખમ છે. તેમ આવે તેમાંથી યોગ્ય ન લેવાય તો પોષણ મળતું નથી. સંકલ્પ, વિકલ્પ દ્વારા જ મનની ઓળખાણ થાય છે. વિકલ્પને છોડી સંકલ્પને વળગી રહેવામાં ન આવે તો કેટલીય ખરાબીઓ પેદા થાય છે. પણ સંકલ્પોને વળગી રહેવું જોઈએ. વિકલ્પોથી ગભરાઈ જવાનું નથી. તે જાળાં ફેંકી દઈને સંકલ્પને વળગી રહેવાની સ્થિતિ ઊભી કરવી તે સાધકનું કામ છે.
બુદ્ધિ છે, તે શંકા-કુશંકા કરે છે. પરંતુ સમાધાન ના મળે તો બુદ્ધિ ડગલે ને પગલે સાધનામાં દખલગીરી કર્યા કરે છે. ક્યાંક સ્થિરતા આવી કે તરત જ અસ્થિરતા ઊભી કરે છે. આનું કારણ ઊંડાણથી જોઈશું તો પહેલેથી ધ્યાન આપ્યું હોત, વિકલ્પોને સ્થાને સંકલ્પોને સ્થાન આપ્યું હોત, કુશંકા છોડીને સ્થાન આપ્યું હોત તો આ સ્થિતિ ના આવે. ગૌતમ, મહાવીરને વારંવાર પૂછ્યા કરે છે. નાનું બાળક, જેમ વિચારો કરીને વડીલોને પૂક્યાં કરે છે. આ સાચું છે ? એમ તે કહેતા આ સાચું. ત્યારે મહાવીર કહેતા આ સાચું અને કયું નહિ સાચું તે અનુભવથી કહી બતાવતા. દરરોજનો વિવેક જાળવી રાખવામાં ઘણું જ કામ આપે છે. પૂર્વગ્રહો છોડી દે છે. ભક્તિ છે તે પોતાના સ્વરૂપ ઉપર સ્થિર થવાની આદત છે. એ વૃત્તિને ભક્તિ કહેવામાં આવે છે. પણ ચિત્ત ડગલે ને પગલે બાળક જેવું બની જાય છે. ઉપલી સપાટી ઉપરના વિચારો મનના છે. ઊંડેથી આવે તે વિચારો ચિત્તના છે. સ્વભાવની ઓળખાણ ન થાય તો ચિત્તનું લાલન થાય છે. આપણો સમાજ એવો છે કે ગમતી વસ્તુ પ્રથમ પકડાય છે.
એકાંતમાં પણ માયા-મમતા માટેનો બગાડ પેઠેલો હોય છે. ક્યારે પેઠો? તેનો વિચાર નહિ કરતાં, તે પેઠો છે. હવે નવો ન પસે અને જૂનો નીકળી જાય તેનો પુરુષાર્થ ચાલુ રાખવો જોઈએ. શરીરને જેમ આસન વગેરેથી વિશ્રામ આપવો જરૂરી છે. ખાવા પીવામાં તાલીમની જરૂર છે. તેમ મન.
૧૪)
સાધુતાની પગદંડી