________________
વ્યક્તિને બદલે ગામડાંને માધ્યમ રાખ્યું હોય તો સારું હતું. રચનાત્મક કાર્યકરો કહે છે, સ્વરાજ્ય આવ્યું હવે ગુજારો કેમ ના થાય ? કોંગ્રેસી એમ માને છે કે, આ લોકો માત્ર વેદિયાની જેમ વાતો કરે છે. પણ અનુભવ કરી જુએ તો ખબર પડે કે કેમ રાજ્ય ચલાવી શકાય છે.
ભૂમિદાન આંદોલન બંનેને એક કરવા પ્રયત્ન કરે છે. પણ ત્યાં પક્ષોને સ્થાન હોવાથી બંને એકબીજા તરફ અવિશ્વાસની નજરે જુએ છે. મહેસાણા જિલ્લા માટે સારું સારું સંભળાય છે. ખેડૂતમંડળ અને કોંગ્રેસ નજીક આવતાં જાય છે. પણ ગામડાંના ઊંડાણમાં જોઉં છું ત્યારે લાગે છે કે આપણે જોખમ વેઠીને પણ ગામડાંની નેતાગીરી ઊભી કરવી જોઈએ. મારા આ વિચારો ઉપર તમે બધાં ધ્યાન આપજો. ના ગમે ત્યાં દલીલ પણ કરજો.
બપોરના ૩ થી ૫ સંસ્થાઓની મુલાકાતમાં પ્રથમ ભંગીવાસમાં થઈ હિરજન વાસમાં આવ્યા. રામજી મંદિરમાં બેઠા. ત્યાં અહીંના પ્રશ્નોની ચર્ચા કરી.
ત્યાંથી પછાતવર્ગ બહેનોના છાત્રાલયની મુલાકાત લીધી. ત્યાંથી પછાતવર્ગ છોકરાઓનું છાત્રાલય જોવા ગયા. ત્યાં રામદેવપીરનું મંદિર છે. રાત્રે બજારના ચોકમાં જાહેરસભા થઈ.
બીજે દિવસે સવારના ઉંઝા હિરજન ઔદ્યોગિક સહકારી મંડળીના ઝઘડા અંગે બંને પક્ષકારોને મળ્યા. બપોરના ૩ થી ૪ જિલ્લાના ધારાસભ્યો અને કાર્યકરોનું સંમેલન મળ્યું.
પ્રથમ વિજયકુમાર ત્રિવેદીએ જણાવ્યું કે, આપણે ભાગ્યશાળી છીએ કે આવા સંત પુરુષોનો સમાગમ થાય છે. રાજકીય કાર્યકરોને દોરવણી તો મળે છે. પણ મુનિશ્રી જેવા ગામડાંની અનોખી દૃષ્ટિ ધરાવનાર અને કોંગ્રેસના પણ હિમાયતી આપણને મળ્યા છે તે સંતોષની વાત છે. તેમની નાદુરસ્ત તબિયત હતી ત્યારે અમે નીકળ્યા અને જિલ્લાની પ્રજા વતી અને કોંગ્રેસ સમિતિ વતી તેમનું હું સ્વાગત કરું છું. મહારાજશ્રીએ ગામડાના ખેડૂતમંડળ અને કોંગ્રેસની નીતિ વિશે ચર્ચાઓ કરી હતી. ઘણા મતભેદોનો નિકાલ થયો હતો.
તા. ૨૯-૧૨-૧૯૫૫ : જગુદણ
મહેસાણાથી નીકળી જગુદણ આવ્યા. અંતર ૬ માઈલ હશે. ઉતારો અંબાલાલ પટેલને ત્યાં રાખ્યો હતો.
૧૩૬
સાધુતાની પગદંડી