________________
તા. ૨૫-૧૨-૧૯૫૫ : પીલુદ્રા
ભાંડથી નીકળી પીલુદ્રા આવ્યા. અંતર સાડા ચાર માઈલ હશે. ઉતારો ચોરામાં રાખ્યો હતો. પાદરમાં બહેનોએ અભિનય સાથે સ્વાગત-ગીત ગાઈ સ્વાગત કર્યું. વિદ્યાર્થીઓએ સલામી આપી.
બપોરના ૨ થી ૩ સુધી મહેસાણા જિલ્લા શિક્ષકમંડળની કારોબારીમાં પ્રવચન રાખ્યું હતું. શિક્ષકોએ પાંચ વીઘાં જમીન પોતાને માટે રહેવા દેવાની માગણી મૂકી હતી. કારણ કે ભવિષ્યમાં નોકરી રહેવાની નથી. તે વખતે પોતાના બાલ-બચ્ચાંને બીજો ધંધો નહિ હોય.
મહારાજશ્રીએ જણાવ્યું કે, નવી સમાજ રચનામાં પ્રથમ સ્થાન કોને આપવું છે ? જો શ્રમજીવીને પ્રથમ સ્થાન આપવું હોય તો પ્રથમ તેને ખેડવા જમીન મળવી જોઈએ. આજે મુંબઈ રાજયમાં ગણોતિયો સંરક્ષિત નથી. પંદરસોથી વધારે આવકવાળાની જમીન ફાજલ પડે તો એક કરોડ એકર છૂટી થઈ શકે. પણ જમીનદારોને આ ગમતું નથી. એ ઉહાપોહ કરી મૂકે છે. સરકારને તેને આધીન થવું પડે છે. કારણ કે તે બોલકો વર્ગ છે. મૂડીવાદી અને બુદ્ધિજીવીઓનો તેને ટેકો છે.
શ્રમજીવીઓનો પ્રશ્ન પ્રથમ વિચારવો જોઈએ. તેથી બધા પ્રશ્નો ઊકલી જશે, ગણોતિયો મોટો હોય તો તેની જમીન પણ ફાજલ પાડવી જોઈએ. એ જમીનમાં બીજો નંબર પશુ-પાલકોનો અને ગૃહ-ગ્રામ ઉદ્યોગવાળાનો હશે. ચોથો નંબર બુદ્ધિજીવીનો અપાશે, શ્રમજીવનને પ્રથમ ખોરાક આપવો પડશે, પછી બુદ્ધિજીવીને. બુદ્ધિજીવીની પાસે એવી અપેક્ષા રાખી શકાય. શિક્ષણ, આરોગ્ય, સંરક્ષણ, ન્યાય, મફત મળતાં એમની જરૂરિયાત બહુ
ઓછી હતી. એ સ્થિતિ ફરીથી ઊભી કરવી જોઈએ. આજે ૮૦ ટકા વસ્તી નિરક્ષર છે. તેને સરકાર નહિ પહોંચી વળે. ઘેર ઘેર શાળાઓ ઊભી કરવી પડશે. મારી સાથે રહેતાં મીરાંબહેન બે ચોપડી ભણેલાં છે. પણ તે બીજાને ભણાવે છે. ગઈસાલ એક બહેનને કાગળ લખતાં કરી મૂક્યાં.
આજની કોર્ટે આપણને પોષાશે નહિ. પંચ નીમવા પડશે. વંદક પણ ઘરગથું કરવું પડશે. ૩૪ લાખ મહેસાણા જિલ્લામાં ખર્ચાય છે. ૩૪સી શિક્ષકો છે. છતાં આટલી બધી નિરક્ષરતા છે. તો તેનો નિકાલ કેવી રીતે કરશે ? દરેક ભણેલો માણસ બીજાને ભણાવવાનું શરૂ કરે, સાધુતાની પગદંડી
૧ 33