________________
છે. બનાસકાંઠામાં ધાનેરાવિભાગના ચૂંટાયેલા સ્વતંત્ર સભ્ય હમણાં કોંગ્રેસમાં આવી ગયા. બીજા પણ આવી શકે છે. ત્યારે લોકોને થાય છે, આ અમારી કોંગ્રેસ ? ગામડાં સામાજિક, આર્થિક રીતે સ્વતંત્ર ના હોય તો કોંગ્રેસની શક્તિ મરી જાય. એને હાજી, હા એમ કહેનાર ના હોય તોય એમને હાજી, હા, કહેવી પડે. - હવે ત્રીજો પ્રશ્ન રહે છે. સામાજિક, આર્થિક ક્ષેત્રે ગામડાં સ્વતંત્ર રહે તો, રાજકીય રીતે કોંગ્રેસ રહે તો બીજું શું રહ્યું ? એક રીતે બધું રહે છે. આંતર રાષ્ટ્રીય ક્ષેત્રે અને દેશમાં તેની સ્થિતિ મજબૂત રહે છે. જો આમ ના થાય તો સ્થાપિત હિતોવાળી કોંગ્રેસ બની જાય. આજે નજર કરો તો મોટેભાગે આ સ્થિતિ છે. લાંબું આવું ચાલે તો, કોંગ્રેસની સ્થિતિ નબળી પડે. ગમે તે જિલ્લાનાં ધારાસભ્ય કે હોદેદારને જુઓ. તરત દેખાઈ આવશે. આનો ઉકેલ ગ્રામસંગઠનોને સામાજિક, આર્થિક રીતે સ્વતંત્ર રાખવામાં છે. રાજ્ય અને સંસ્થામાં આજે ભેદ નથી દેખાતો. ખરી રીતે ભેદ હોવો જોઈએ. આજ રીતે આપણે કોંગ્રેસનું માતૃત્વ અને સ્વતંત્રતા સ્વીકારીએ છીએ. ગામડાંએ કોંગ્રેસને ભરી દેવી જોઈએ. એણે આગેવાની લેવી જોઈએ. કાનૂનભંગને સ્થાન નથી. અન્યાય સામે શુદ્ધિપ્રયોગ કરવો જોઈએ. (ગ્રામ સંગઠનોનું રાજકીય કરતાં સામાજિક આર્થિક સંબંધો કોંગ્રેસમાં સ્વતંત્ર શા માટે ?) તા. ૨૩,૨૪-૧૨-૧૫૫ : ભાંડુ
જેતલવાસણાથી ભાંડુ આવ્યા અંતર ત્રણ માઈલ હશે ઉતારો મહાદેવના મંદિરમાં રાખ્યો. વિદ્યાર્થીઓએ તથા ગામ લોકોએ વાજતે ગાજતે સ્વાગત કર્યું. આ ગામના સદાભાઈ કરીને એક ભાઈ જે આજે હયાત નથી. તેઓ વાઘજીપુરા ચાતુર્માસમાં મહારાજશ્રીની સેવામાં રહેલા તેમના સંબંધીઓ આજે છે. ખૂબ ભક્તિભાવ રાખે છે. અહીં મહાદેવમાં હરિજનોને આવવાની છૂટ છે. અહીં એક ધૂન મંડળ ચાલે છે. એની બહેનોએ મહારાજશ્રી તરફ ખૂબ ભક્તિભાવ બતાવ્યો. રાત્રે સભા સારી થઈ. બીજે દિવસે ૩ થી ૪ વાગે બહેનોની સભા થઈ. રાત્રે ભૂમિવિતરણ થયું. ઠાકોરભાઈઓને ચોરી ન કરવા, દારૂ ન પીવા, અને નીતિથી જીવવા કહ્યું. વાલમ આશ્રમનાં ભાઈબહેનો અને દિવસે હાજર રહ્યાં હતાં.
૧૩૨
સાધુતાની પગદંડી