________________
મદદ કરે. આજે મૂડીની પ્રતિષ્ઠા છે, જેનું શોષણ થાય છે. એના તરફ તિરસ્કાર થાય છે. એટલે જ્યાં સુધી ન્યાયસંપન્ન, આજીવિકા ઊભી નહીં કરીએ ત્યાં સુધી સાચી શાંતિ મળશે નહિ.
એક દિવસ હાઈસ્કૂલમાં ઊંઝા કેળવણી મંડળ તરફથી પ્રવચન રાખવામાં આવ્યું હતું. ફરતાં ફરતાં ઊંઝા આયુર્વેદિક ફાર્મસીની મુલાકાત લીધી હતી. ત્યાંથી સોમાભાઈ ઊંઝાકરના આગ્રહથી મંગી વાસમાં છોટુભાઈ પંડિત પછાતવર્ગ છાત્રાલયની મુલાકાત લીધી હતી. રાત્રે આઝાદચોકમાં જાહેર સભા થઈ હતી.
અહીં ઉપાશ્રયમાં હિરજનો આવી શકતા હતા. અહીં ઉમિયામાતાનું પ્રખ્યાત મંદિર છે. કડવા પાટીદારોની તે કુળદેવી છે. અહીં જીરૂં, વરિયાળીનો મોટો વેપાર ચાલે છે.
તા. ૨૧-૧૨-૧૯૫૫ : ઐર
ઊંઝાથી નીકળી ઐકુંર આવ્યાં. અંતર સાડાત્રણ માઈલ હશે. ઉતારો ગણપતિના મંદિરમાં રાખ્યો હતો. અમારી સાથે એક ભંગી કાર્યકર અને હરિજન માસ્તર આવ્યા હતા. મંદિરમાં આવવા માટે ગામલોકોએ છૂટ આપી હતી. એ રીતે ગામની પ્રગતિ સારી કહેવાય. ગામમાં આ વાતનો પ્રચાર થયો કે મહારાજે હરિજન પ્રવેશ કરાવ્યો. જૈન સાધુની સાથે આ રીતે હિરજનો રબારીઓ વગેરે રહે એ નવીક્રાંતિ છે. અહીં ગણપતિના મંદિરમાં મોટો મેળો ભરાય છે.
તા. ૨૨-૧૨-૧૯૫૫ : જૈતલવાસણા
ઐકુરથી નીકળી જૈતલવાસણાં આવ્યા. અંતર ચાર માઈલ હશે. ઉતારો હનુમાનના મંદિરમાં રાખ્યો હતો. ગામે સ્વાગત કર્યું.
સભામાં બોલતાં મહારાજશ્રીએ જણાવ્યું કે સંસારના અનેક સ્થળે માણસની જેમ મીઠાશ હોય છે. તેમ કડવાશ આવી જાય તો, સત્યને અનુકૂળ હોય તોપણ પગલું લેતાં ડરે છે. આ ડર સ્વાભાવિક હોય છે. એને કયા પ્રકારનો ડર કહેવો એ મુશ્કેલ છે. જૈન સૂત્રમાં સાત પ્રકારના ભય બતાવ્યા છે. આજીવિકાનો ભય, યશનો ભય, અપયશનો ભય, એમ અનેક પ્રકારના ભયોથી આવે ઢંકાણે માણસનું મન પાછું પડે છે. પણ સત્યનો જે
સાધુતાની પગદંડી
૧૩૦