________________
બળદેવભાઈ, પ્રાણલાલભાઈ અને બીજા કાર્યકરો હતા. આખી સીમમાં કોષનો કલરવ સંભળાતો હતો. કારણ કે જીરું અને વરિયાળીને પાણી પાવાનું હોય છે. “ભેરીવાળા કેશવલાલ શાહ મળવા આવ્યા. તા. ૧૯,૨૦-૧૨-૧૯૫૫ : ઊંઝા
કામળીથી નીકળી ઊંઝા આવ્યા. અંતર સાડાચાર માઈલ ઉતારો ઉપાશ્રયમાં રાખ્યો હતો. ગામ લોકોએ અને વિદ્યાર્થીઓએ બેન્ડ સાથે સ્વાગત કર્યું હતું. પ્રાસંગિક કહેતાં મહારાજશ્રીએ જણાવ્યું કે, જૈનધર્મમાં માર્ગાનુસારીપણાનું વર્ણન કરવામાં આવ્યું છે. તેમાંના એક ગુણનું વર્ણન એવું આવે છે કે, માણસ કઈ જાતનો ધંધો કરે છે. અને કઈ જાતનું જીવન જીવે છે. આજીવિકાનો શુદ્ધ સાધનથી રોટી મેળવાય તો લોહી શુદ્ધ બને છે. પરિણામે વિચારો શુદ્ધ થાય છે. આવું જ બૌદ્ધધર્મમાં કહ્યું, સમ્યક આજીવિકા ઉપર ભાર મૂક્યો છે. રામાયણમાં એક વાત આવે છે. ભેટ સોગાદની વાતો આવે છે. રામલક્ષ્મણ, મિથિલામાં જાય છે. ત્યાં ગાંડીવ તોડવાની ક્રિયા થાય છે. સીતાને પરણે છે. આ ખુશાલીના સમાચાર લઈને જનક એક દૂતને મોકલે છે. દશરથ સમાચારથી ખુશ થાય છે. અને બદલામાં દૂતને ચૂડામણિ અને હાર ભેટ આપે છે. દૂત લેતો નથી. અને કહે છે આ તો લાંચ કહેવાય. મને મહેનતાણું મળી ગયું છે.
વનવાસ પછી સભા ભરાઈ છે, ત્યારે રામ દરેકને ભેટ આપે છે. હનુમાનને આપતા નથી. સીતા એ ભૂલને સુધારવા પોતાના કંઠમાંથી હાર કાઢી ફેકે છે. હનુમાન એ હારને લઈ પથ્થરથી એનાં મોતી તોડે છે. જુએ છે આમાં રામ છે ? રામ એટલે નીતિ સમાજના અહિતમાંથી મેળવેલી લક્ષ્મી સાચે રસ્તે લઈ જતી નથી. આ માટે ઘણું વિચારાતું જૈનો તો ખૂબ વિચારતા. એટલે પુણ્યાની સામાયિક વખણાતી. કારણ તે નીતિમય આજીવિકા મેળવતો. આજે સ્થિતિ જુદી છે. જો ધંધો સર્જનાત્મક હોય, સટ્ટાત્મક હોય માત્ર દલાલી હોય, કોઈનો ધંધો લૂંટાતો હોય તો તે સમ્યગ આજીવિકા નહિ કહેવાય. પહેલાંના શહેરો બંદરો હતાં. એક બીજાની જરૂરિયાતો પૂરી પાડતાં. આજે તો વચલો ગાળો ખાનારા બન્યાં છે. માતાનું દુધ યોગ્ય રીતે જ પી શકાય. એને મારીને ન પી શકાય. આજે બુદ્ધિજીવીઓએ ખૂબ વિચાર કરવાનો છે. તેઓ જે ઉત્પાદક વર્ગ છે. તેને સાધુતાની પગદંડી
૧૨૯